News of Thursday, 7th June 2018
વડોદરાના ગોરવા વિસ્તારમાં ફેંકવા મામલે રોષે ભરાયેલ યુવકે પાડોશી મહિલાની હત્યા કરી નાખી
વડોદરા: શહરેના ગોરવા વિસ્તારમાં કચરો નાખવા જેવી બાબતની તકરારમાં વરવું સ્વરૂપ ધારણ કર્યું હતું ને એક મહિલાની હત્યા કરી દેવામાં આવી છે. કાશીનાથ સોસાયટીમાં રહેતા કુલદીપ ચૌહાણ નામના યુવકે માધુરી ઝરીવાલા નામની મહિલાની હત્યા નિપજાવી હતી.
આ અંગે જાણવા મળ્યા મુજબ મહિલા અને પાડોશી યુવક કુલદીપ ચૌહાણ વચ્ચે છેલ્લા કેટલાય સમયથી કચરા બાબત ઝઘડાઓ થતાહતા.એક બીજાના ઘરમાં કચરો નાખતા હોવાથી રોષે ભરાયેલા યુવકે આવેશમાં આવીને મહિલાની હત્યા કરી નાખી હતી.
ગોરવા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
(1:47 pm IST)