ગુજરાત
News of Thursday, 7th June 2018

રાજ્યની યુનિવર્સીટીની કોલેજોમાં મળશે 7 દિવસનું નવરાત્રી વેકેશન : દિવાળી વેકેશન ટૂંકાવાયું

અમદાવાદ : શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યો આવ્યો છે કે, હવે રાજ્યની યુનિવર્સિટીની કોલેજોમાં 7 દિવસનું નવરાત્રિ વેકેશન આપવામાં આવશે. તેમજ દિવાળી વેકેશન 21 દિવસની જગ્યાએ 14 દિવસનું કરી દેવાશે. કોલેજોમાં પ્રવેશ, પરીક્ષા અને પરિણામમાં એક સૂત્રતા જળવાઈ રહે તેથી શિક્ષણ વિભાગે કોમન કેલેન્ડર જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે, મેડિકલ અને ફાર્મસી કોલેજોને લાગુ નહિ પડે.

(11:30 am IST)