News of Thursday, 7th June 2018
વડોદરામાં પ્રતિબંધ બાદ ઠેર ઠેર ચેકીંગ : પ્લાસ્ટિકનો 1 હજાર કિલો જથ્થાનો નાશ
વડોદરા મહાનગરપાલિકાની ટીમેપ્રતિબંધિત પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓનું વેચાણ કરતાં વેપારીઓને ત્યાં પણ દરોડા પાડ્યાં હતાં. નાગરવાડા વિસ્તારમાં અંદાજે 15 જેટલાં સ્થળોએ પર ચેકિંગ હાથ ધર્યું હતું.
આ તપાસમાં તેઓએ બેગ, ગ્લાસ, પાણીનાં પાઉચ સહીતનો પ્લાસ્ટીકનો અનેક મુદ્દામાલ કબ્જે કરીને 1 હજાર કિલો જેટલો જથ્થો નાશ કર્યો હતો ઉપરાંત રાવપુરા, કોઠી અને નાગરવાડા વિસ્તારમાં પણ મહાનગરપાલિકાની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું. આ કાર્યવાહીને લઇને પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ રાખનાર વેપારીઓમાં પણ ભારે ફફડાટ ફેલાઇ ગયો છે.
(4:24 pm IST)