ગુજરાત
News of Thursday, 7th June 2018

કપડવંજ જીઆઇડીસી પાસે ઇકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત :બે યુવાનોના મોત ;ટ્રકચાલકની અટકાયત

કપડવંજ જીઆઇડીસી પાસે ઇકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. અકસ્માતમાં ઇકો કારમાં સવાર બે યુવકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અને ટ્રક ચાલકની અટકાય કરી હતી. જ્યારે મૃતક યુવકોના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.

(10:32 pm IST)