ગુજરાત
News of Thursday, 7th June 2018

સુરતના બારડોલી તાલુકાના અકોટી ગામમાં આડાસંબંધની શંકામાં પતિના હાથે પત્નીની હત્યા

સુરતઃ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના અકોટી ગામે વળી ફળીયામાં રહેતા લતા બહેનનો મૃતદેહ તેના જ ઘરમાંથી મળી આવ્યો હતો. જેથી સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. જેમાં તપાસ દરમિયાન પરણિતાના શરીર પરથી ઈજાના નિશાન મળી આવ્યા હતા. જેથી પોલીસે પરણિતાના મૃતદેહને પીએમ માટે ખસેડીને તપાસ શરૂ કરી હતી.

સમગ્ર ઘટના મામલે પોલીસે મૃતક પરણિતાના પતિ બકુલની અટકાયત કરીને આકરી પૂછપરછ શરૂ કરી હતી. જેમાં ચોંકવનારૂં કારણ બહાર આવ્યું હતું. કારણ એવું હતું કે પતિ બકુલ પરણિતા પર આડા સંબંધોનો આરોપ લગાવતો હતો. જેથી બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. જેમાં રોષે ભરાયેલા પતિએ તીક્ષ્ણ હથિયાર વડે પત્ની પર હુમલો કર્યો હતો અને મોતને ઘાટ ઉતારી હતી.

મહત્વનું છે કે આ બંનેએ 3-4 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા. પરંતુ છેલ્લા થોડા સમયથી બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. જેને લઈને રોષે ભરાયેલા પતિએ પત્નીની હત્યા કરી કરી હતી. હાલ તો પોલીસે આરોપી પતિની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

(7:20 pm IST)