ગુજરાત
News of Friday, 7th May 2021

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વોએ બેફામ બનીને જાહેરમાં લૂંટનો પ્રયાસ કરતા ગુનો દાખલ

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વોને પોલીસનો ડર ના રહ્યો બેફામ બનીને જાહેરમાં લૂંટ, હત્યાને અંજામ આપી રહ્યા છે. ઓઢવમાં કારના ડ્રાઇવર સહિત ત્રણ  યુવકો પર હુમલો કરી રૃા. ૧૮,૦૦૦ની લૂંટ ચલાવી હતી, બનાવના આરોપીઓ હજુ પકડાયા નથી ત્યાં નારોલમાં ભર બપોરે રિક્ષા ચાલકને છરીના ઘા મારી રૃા. ૭૫,૦૦૦ની લૂંટ ચલાવી હતી. નારોલ પોલીસે લૂંટનો ગુનો નોેધી વધુ તપાસ હાથ ધરી છે.

પેૈસેન્જરના સ્વાંગમાં રિક્ષામાં બેસીને અવાવરુ સ્થળે લઇ ગયો રિક્ષા ચાલક પર હુમલો કરીને  નીચે પાડી દીધા બાદ  રૃા. ૭૫,૦૦૦ની લૂંટ ચલાવી

નારોલ વિસ્તારમાં પીપળજ ખાતે દરબાર વાસમાં રહેતા રાકેશભાઇ કાનજીભાઇ ઓડ ગઇકાલે બપોરે રિક્ષામાં પેસેન્જર બેસાડીને જતા હતા આ સમયે રિક્ષામાં બેઠેલા એક અજાણ્યા શખ્સે  રિક્ષા નારોલ શાહવાડી મોતીપુરા આગળ રાધે રેસિડેન્સી પાછળ ખુલ્લા મેદાનમાં  ઉભી રખાવી હતી અને છરીથી જીવલેણ હુમલો કરીને ગળામાં પહેરેલી રૃા. ૭૫,૦૦૦ની સોનાના દોરાની લૂંટ ચલાવી હતી. આ ઘટના અંગે નારોલ પોલીસે લૂંટનો ગુનો નોેધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છેે.

(5:40 pm IST)