ગુજરાત
News of Tuesday, 7th April 2020

રાજપીપળામાં સોસીયલ ડિસ્ટનસનું સરેઆમ ઉલ્લંઘન:મુખ્ય પોસ્ટ ઓફિસમાં ખાતેદારોનો રાફડો જામ્યો

નર્મદા પોલીસ રોજ કેટલાય કેસ કરે છે છતાં ગેસ વિતરકો,બેન્કો કે પોસ્ટ ઓફીસમાં ડિસ્ટન્સ જળવાતું નથી હવે પોસ્ટમાં પણ ધજાગરા જોવા મળ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા પોલીસ લોકડાઉન,જાહેરનામાના અમલ માટે સતત મહેનત કરી રોજના કેટલાય કેસ કરી કાયદેસર પગલાં લઈ રહી હોવા છતાં કોરોના જેવી મહામારીની ગંભીરતા ન સમજતા કેટલાક લોકો હજુ કાયદા કે અપીલને ગંભીરતાથી લેતા નથી.

 રાજપીપળાની બેન્કો,ગેસ એજન્સીઓ,કેટલીક દુકાનો બાદ હવે મુખ્ય પોસ્ટ ઓફીસમાં પણ સોસીયલ ડિસ્ટન્સનો સરેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો.જેમાં પોસ્ટના ખાતેદારો સાથે અધિકારીઓ પણ ચોક્કસ જવાબદાર કહી શકાય ત્યારે કાયદાની ઐસી તેસી કરી કોરોના જેવા વાયરસની ગંભીરતા ન લેતા આવા લોકો સામે કડક પગલાં લેવાવા જોઈએ એમ નથી લાગતું..? ભારત દેશ સહિતના કેટલાય દેશોમાં અસંખ્ય લોકો આ વાયરસમાં મોતને ભેટ્યા છે એ આંકડો હજુ વધતો જ જાય છે

  નર્મદા જિલ્લા માં હજુ એક પણ પોઝીટીવ કેસ ન હોવાથી લોકો હજુ ગંભીર નથી એમ લાગી રહ્યું છે.તેવા સમયે સરકાર કે સ્થાનિક વહીવટી તંત્ર પણ શું કરે..?આમ જનતા એ જાગૃત થઈ આવા સમયે સહકાર આપવો એજ એક માત્ર વિકલ્પ છે.જો આવીજ હાલત ચાલુ રહી તો પોલીસ,આરોગ્ય વિભાગ સહિતના તંત્રની મહેનત પાણીમાં જશે તો દોષ નો ટોપલો તંત્રના માથે જ ઢોળાશે.માટે લોકો એ વધુ જાગૃત થઇ સહકાર આપવો પડશે.

(9:28 pm IST)