News of Tuesday, 7th April 2020
વડોદરાના મુજ મહુડા સર્કલ નજીક પોલીસને જોઈ ભાગી રહેલ એક સ્કૂટર પર ત્રણ યુવાનોને પોલીસે ઝડપી પાડ્યા
વડોદરા:મુજ મહુડા સર્કલ પાસે પોલીસને જોઈ ભાગવા જતા એક સ્કૂટર પર સવાર ત્રણ યુવકો પટકાયા હતા.
મુજમહુડા શિવાજી સર્કલ પાસે પોલીસની ટીમ અને હોમગાર્ડ જવાનો લોકડાઉનના અમલની કામગીરીમાં હતા ત્યારે એક સ્કુટર ઉપર ત્રણ યુવાનો પુરઝડપે આવી રહ્યા હોઇ પોલીસે તેમને અટકાવ્યા હતા.
આ યુવકોએ મોઢે માસ્ક કે હેલ્મેટ પણ પહેર્યા ન હતા અને સ્કૂટર ઉભુ રાખવાને બદલે દોડાવી મુકતા પોલીસે તેમનો પીછો કર્યો હતો. જેથી સ્કુટર ચાલકે બેલેન્સ ગુમાવતા ત્રણેય યુવકો સ્લીપ થઈ ગયા હતા અને તેમને ઓછી વત્તી ઇજાઓ થઇ હતી.
(6:18 pm IST)