ગુજરાત
News of Sunday, 7th March 2021

વાડજમાં વિધિ કરવાના બહાને યુવતી ઉપર ભુવાએ દુષ્કર્મ કર્યું

મારી સાથે રાત્રીવિધિ બાદ રસની નદીઓ વહેશે : પતિ અને પત્ની વચ્ચેના અણબનાવને સુધારવા માટે મહિલાને કહેવાતા ભુવાનો સહારો લેવો ભારે પડ્યો છે

અમદાવાદ, તા. ૭ : પતિ પત્ની વચ્ચેના અણબનાવ સુધારવા માટે મહિલાને કહેવાતા ભુવાનો સહારો લેવો ભારે પડ્યો છે. શહેરના વાડજ વિસ્તારમાં વિધિ કરવાના બહાને યુવતી પર કહેવાતા ભુવાએ દુષ્કર્મ આચર્યું હોવાનો ચકચારી બનાવ સામે આવ્યો. જોકે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરી છે. અંધશ્રધાનો સહારો કેટલો ભારે પડી શકે તેનો અનુભવ વાડજની એક મહિલાને થયો. પતિ અને સાથે પિયરમા જવા બાબતે કેટલાય સમયથી પત્નીને ઝગડો ચાલતો હતો. પતિ સાથે પિયરમાં જવા બાબતે ઝગડાથી કંટાળીને ફરી પારિવારિક જીવન સુમેળ ભર્યું બને તે માટે મહિલાએ કૌટુંબિક બહેનનો સહારો લીધો. આ બહેનએ ધાર્મિક વિધી માટે આનંદ વાઘેલા નામના ભુવા પાસે જવાની સલાહ આપી હતી. બહેનની સલાહ માનીને મહિલાએ ભુંવા પાસે ગઇ હતી.

મહિલાની એકલતાનો લાભ લેવા ભુવાએ વિધી કરવાનું તરક્ટ રચી અનેકવાર મહિલા સાથે દુષ્કર્મ આચરતો. ભુવાના નામે ધતીંગ કરતા આનંદ વાઘેલા અવાર નવાર મહિલાને વિધિના નામે પીછો કરીને તો ક્યારેક ફોન પર મેસેજ કરીને પરેશાન કરતો. વાત નહીં કરે તો પરિવારને મારી નાખવાની ધમકી આપી મહિલા સાથે સબંધ બાંધ્યા હતા. અંગત પળોના ફોટો પાડીને વાઇરલ કરવાની ધમકી આપી વારંવાર સબંધ બાંધતો હતો.

વારંવારના માનસિક ત્રાસથી કંટાળી ને મહિલાએ દવાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ તો આ આરોપીને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. મહિલાને પતિ સાથેનો મામલો પતાવવાની જગ્યાએ ભુવાનો સહારો લેવો ભારે પડ્યો. અને પતિ પત્ની વચ્ચેના અણબનાવના કારણે બની બેઠેલા ભુવાએ લાભ ઉઠાવ્યો. જોકે હાલ વાડજ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(9:53 pm IST)