વલસાડના ગાડરીયા ખાતે શ્રી સમસ્ત નાયકા સમાજ ટ્રસ્ટ દ્વારા નાયકા સમાજ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું
(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડના ગાડરીયા ખાતે શ્રી સમસ્ત નાયકા સમાજ દ્વારા નાયકા સમાજ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ ક્રિકેટ ટુર્નામેન્ટ માં ૧૨ જેટલી ટીમોએ ભાગ લીધો હતો નાયકા સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન વલસાડ મામલતદાર મનસુખભાઈ વસાવા ના હસ્તે કરવામાં આવ્યું હતું
નાયકા સમાજ પ્રીમિયર લિગના મુખ્ય આયોજકો પ્રમુખ મગનભાઈ મંડપવાળા ઉપ પ્રમુખ મહેશભાઈ ગરસીયા મંત્રી હિનલભાઈ પટેલ અને શ્રી સમસ્ત નાયકા સમાજ ટ્રસ્ટના સભ્યો દ્વારા આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું નાયકા સમાજ પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં પધારેલા મુખ્ય મહેમાન ( જગુભાઈ પટેલ.કછોલી ) ( તરૂણભાઈ નાયકા,લાઈવ ન્યૂઝ 24 વલસાડ ) ( ભગુભાઈ નાયક,બેંક ઓફિસર વલસાડ) (હિરુભાઈ પટેલ,રિટાયર્ડ આચાર્ય,વાઘછીપા) ( જશવંતભાઈ પટેલ, સરપંચ રાબડા)( મુકેશભાઈ ,સ્નેકર ધરમપુર)( દીપકભાઈ પટેલ,અમસાડ)(સુમનભાઈ,બિનવાડા)( મુકુંદભાઈ) આ તમામ ઉપસ્થિત મુખ્ય મહેમાનનો ફુલગુછ થી સ્વાગત કરવામાં આવ્યો હતો
નાયકા સમાજ પ્રીમિયર લીગમાં 12 ટીમો માંથી જે ટીમે ફાઈનલમાં વિજેતા બનશે તે ટીમને ટ્રોફી અને રોકડ ઇનામ આપવામાં આવશે શ્રી સમસ્ત નાયકા સમાજ ટ્રસ્ટ દ્વારા સમાજ ના યુવાનો માટે અનેકવાર ઉમદા કર્યો કરતા રહ્યા છે અને નાયકા સમાજને આગળ લાવવા માટે હંમેશા સમાજ ના સભ્યો અનેક પ્રયાસો અને કાર્યક્રમો કરતા આવ્યા છે