ગુજરાત
News of Sunday, 7th March 2021

વડોદરામાં ન્યુ અલકાપુરીના ગ્રીન વુડસના બંગલામાં દારુની મહેફિલ માણતા 13 યુવતીઓ અને નવ નબીરાઓને દારૂની મહેફિલ માણતા ઝડપાયા

વડોદરા: વડોદરામાં દારુની મહેફિલ માણતા 22 ખાનદાની નબીરાઓની પોલીસે ધરપકડ કરી છે. ન્યુ અલકાપુરીના ગ્રીન વુડસના બંગલામાં બર્થ ડે પાર્ટીની ભવ્યા ઉજવણી રાખવામાં આવી હતી જેમાં શહેરના દારુ પાર્ટી ચાલી રહી હતી. પોલીસે હાઈ પ્રોફાઈલ પાર્ટીમાં દરોડા 13 યુવતીઓ અને નવ નબીરાઓને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડ્યા છે

વડોદરાના ન્યુ અલકાપુરીના ગ્રીન વુડસના બંગલામાં એક ભવ્ય બર્થ ડે પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરના મોટા મોટા નામચીન લોકોના બાળકો ભેગા થયા હતા. પોલીસે ભવ્ય બર્થ ડે પાર્ટીની ઉજવણીના રંગમાં ભંગ પાડ્યો છે. પોલીસને મળેલ બાતમીના આધારે બંગલામાં રેડ પાડી હતી. આ રેડમાં પાર્ટી કરી રહેલા 13 યુવતીઓ અને 9 નબીરાઓને દારુની મહેફિલ માણતા રંગે હાથે ઝડપી પાડ્યા છે. જો કે, આ પહેલા પણ એક આવી જ હાઈ લેવલ પાર્ટીમાંથી લોકો ઝડપાયા હતા.

વડોદરામાં અંખડ ફાર્મ કેસનું પુનાવર્તન થયું હોય પોલીસે શહેરના વગદારોના સંતાનો સહિત કુલ 22 ખાનદાની નબીરાઓને ધરપકડ કરી છે. નબીરાઓની ધરપકડ બાદ વગદારોએ સંતાનોને છોડાવવા માટે ધમપછાડા કર્યા હતા.

(2:56 pm IST)