ગુજરાત
News of Sunday, 7th March 2021

સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તલે કહ્યું- કેવડિયા જઈને લાગ્યું - દેશ એક મજબુત હાથોમાં ભારતનું ભવિષ્ય સુરક્ષીત

વડાપ્રધાનનાં દ્રઢ નેતૃત્વ વિશાળ વિચારનું પ્રતિબિંદ કેવડિયામાં દરેક ક્ષણે જોવા મળી રહ્યું છે.

અમદાવાદ : સ્ટીલ કિંગ તરીકે જાણીતા ઉદ્યોગપતિ લક્ષ્‍મી મિત્તલ શુક્રવારે કેવડીયા કોલોને ખાતે આવ્યા હતા. તેમને સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોયા બાદ પોતાના અનુભવ અંગે લખતા જણાવ્યું કે, મે કેવડિયા જઇને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલા અન્ય આકર્ષણો જોયા છે. ખુબ જ અદ્ભુત અવિસ્મરણીય અને અકલ્પનીય છે, તેમણે વધારેમાં જણાવ્યું કે, આપણા વડાપ્રધાનનાં દ્રઢ નેતૃત્વ વિશાળ વિચારનું પ્રતિબિંદ કેવડિયામાં દરેક ક્ષણે જોવા મળી રહ્યું છે.

મને લાગતું જ નથી કે આપણી માતૃભુમિ ભારતમાં જ છું.હું જોઇને અભિભુત થઇ ગયો હતો. વડાપ્રધાને સમગ્ર વિસ્તારની કાયાપલટ કરી નાખી છે. કેવડિયા ભારતનું ગૌરવ છે. મને લાગી રહ્યું છે કે, દેશ એક મજબુત હાથોમાં ભારતનું ભવિષ્ય સુરક્ષીત છે, તેનું ઉત્તમ અને જીવતુ જાગતું ઉદાહરણ છે કેવડિયા કોલોની. અખંડ ભારતના નિર્માતા સરદાર પટેલને કોટી કોટી નમન.

(11:00 am IST)