ગુજરાત
News of Sunday, 7th March 2021

મહારાષ્ટ્રમાં કોરોનાએ ઉથલો માર્યા બાદ મહારાષ્ટ્રને અડીને આવેલા દક્ષિણ ગુજરાતમાં પણ વહીવટી તંત્રે તકેદારીના પગલા ભરવાના શરૂ કરી દીધા છે.

કોરોનાનું સંક્રમણ અટકાવવા આ વર્ષે શિવરાત્રીના તમામ મેળાઓ પર વહીવટી તંત્રે રોક લગાવી: જિલ્લા વહીવટી તંત્રે વલસાડ શહેરમાં કેટલાક મેળાઓ પર રોક લગાવી:નવસારી જિલ્લામાં પણ તેના તકેદારીના પગલાં : મેળાઓ રદ કરાયા પરંતુ મહાશિવરાત્રીના દર્શન ભાવિકો માટે ખુલ્લા મુકાયા

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : નવસારી જિલ્લાના ખેરગામ ખાતે આવેલ નાધઈ ગામમા ગુપ્તેશ્વર મહાદેવ મંદિર માં ભરાતા મહાશિવરાત્રી નો ઐતિહાસિક મેળો મોકૂફ રખાયો છે. અહીં મોટી સંખ્યામાં લોકો એકત્ર થવાની ભીતિ વચ્ચે આ મેળો કોરોના સંક્રમણ રોકવા રદ કરાયો છે. મહત્વ નું છે કે નાધઈ ગામે નદી કિનારે આવેલા ગુપ્તેશ્વર મહાદેવ મંદિર સાથે અનેક લોકોની આસ્થા સંકળાયેલી છે. દર વર્ષે અહીં સન 1912 થી મહાશિવરાત્રી દરમ્યાન ભવ્ય મેળો ભરાય છે, પરંતુ કોરોના ને લઈ ને ગાઈડ લાઇન અનુસાર મેળો નહીં ભરાતા શવિરાત્રી ના મેળા ની ચાલતી વર્ષો ની પરંપરા આ વખતે તૂટી જશે. અહીં લોકોની આસ્થા સંકળાયેલી છે મોટી સંખ્યા માં લોકો અહીં દર્શનર્થે આવે છે. મેળા મા વલસાડ નવસારી તેમજ મહારાષ્ટ્ર થતા ગુજરાત ના વિવિધ વિસ્તારમાં માંથી અહીં લાખો લોકો આવતા હોય છે. જેના કારણે આ વર્ષે ગુપ્તશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા ભવ્ય મેળાનો નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે મહાશિવરાત્રી ના દિવસે ભગવાનના દર્શન ખુલ્લા મુકાયા છે. જે લોકો આવશે તો ટ્રસ્ટ દ્વારા કોરોના મહામારી ને ધ્યાને લઈ લોકો ને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્ટ રાખવાનું પાલક કરાવશે
 

(11:51 pm IST)