ગુજરાત
News of Friday, 7th February 2020

ચાંદોદ કેવડિયા રેલવે લાઈન ખેતરો વચ્ચે થી બની રહી હોય પાણીના નિકાલ અને રસ્તા માટે ખેડૂતોની રજુઆત

20 થી વધુ ખેડૂતો માટેનો રસ્તો બંધ થાય તેવી સ્થિતિ હોય રોડની બંને સાઇડે પાઇપો મૂકી વરસાદી પાણીનો નિકાલ થાય તો આજુબાજુની ખેતીની નુકસાન ના થાય

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં ચાંદોદ થી તિલકવાડા થઇ ને રેલવે લાઈન કેવડિયા કોલોની ખાતે આવનાર છે ત્યારે કેટલાક ખેતરોમાં વચ્ચે થી રેલવે લાઈન જતી હોય જેમાં આજુબાજુ ના ખેતરોમાં વરસાદી પાણી ભરાય એવી સ્થિતિ ઉભી થઇ છે ત્યારે આ રેલવે લાઈન ની આજુ બાજુમાં મોટા ભૂંગળા મૂકી વરસાદી પાણીનો નિકાલ થાય એ માટે વ્યવસ્થા કરવા ખેડૂતો એ માંગ કરી છે.

         પ્રાપ્ત માહિતી અનુસાર પોઇચા થી કેવડિયા રેલવે લાઈન નવી બની રહી છે જેમાં તિલકવાડા તાલુકાના મોરિયા મારૂંઢીયા અને મોરાની સીમમાંથી આ લાઈન જાય છે જેમાં મોરની સીમ માંથી જતા રસ્તા માં સર્વે નંબર 237 અને 234 આવે છે.જ્યાંથી આ વિસ્તારના 25 થી વધુ ખેડૂતો ની 1200 એકર થી વધુ જમીનો આવેલી છે જ્યા અવર જવર માટેનો રસ્તો બંધ થઇ ગયો છે જેથી આ રસ્તા ની વૈકલ્પિક વ્યવસ્થા કરવા પણ માંગ કરાઈ છે. સાથે આ રેલવે લાઈન ઉપર કેનાલ આવેલી છે જ્યાં વરસાદ ની સીઝનમાં પાણીની પણ સમસ્યા રહેશે જેથી આ વ્યવસ્થા કરવી અંત્યત જરૂરી હોય તિલકવાડાના ખેડૂતોએ જિલ્લા કલેટકટરને રજુઆત કરી છે.

(6:14 pm IST)