ગુજરાત
News of Friday, 7th February 2020

ભચાઉમાં મોટરસાયકલ ચોરી કરનાર આરોપીને મોરબી એલસીબીએ ઝડપ્યો

બાતમીના આધારે ઝડપી લઇને ચોરીનું બાઈક કબ્જે કર્યું

મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ભચાઉમાં મોટરસાયકલ ચોરી કરનારને ઝડપી લઈને ચોરીનું બાઈક કબજે લીધું છે

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી બી જાડેજાની ટીમે બાતમીને આધારે હાજીભાઇ અકબરભાઈ માણેક મિયાણ ( રહે કુબેર ટોકીઝ હાલ વિસીપરા રણછોડનગર મોરબી-૨ )ને મોરબી વિસીપરા વિસ્તારમાંથી લાવી પૂછપરછ કરતા આરોપીએ ગઈકાલે ભચાઉ શહેરમાંથી મોટરસાયકલ ચોરી કર્યાની કબુલાત આપી હતી જે મોટરસાયકલ નં જીજે ૧૨ ડીએફ ૦૯૧૩ કીમત રૂ ૨૦,૦૦૦ વાળું કબજે લઈને વધુ તપાસ ચલાવી છે

આ કામગીરીમાં એલસીબી પીઆઈ વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ ચંદુભાઈ કણોતરા, નીરવભાઈ મકવાણા, આશીફ્ભાઈ રહીમભાઈ ચાણકયા અને પૃથ્વીરાજસિંહ ભાવુભા જાડેજાની ટીમ રોકાયેલ હતી

(9:04 am IST)