ગુજરાત
News of Thursday, 7th February 2019

સુરતના ડાયમંડ બુર્શની બાંધકામ સાઈટમાં શ્રમજીવીનો આપઘાત :મજૂરો વિફર્યા :પથ્થરમારો :એમ્બ્યુલન્સ ઉંધી વાળી :પોલીસ કાફલાને અટકાવ્યો

અગાઉ પણ ત્રણ મજૂરોએ આપઘાત કર્યો હતો :મૃતકના પરિવારને સહાયની માંગણી

 

સુરતના ખજોદ ખાતે 'ડાયમંડ બુર્શ'ની બાંધકામ સાઈટમાં એક મજૂર ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા મજૂરો વિફર્યા હતા અહીં અગાઉ પણ ત્રણ મજૂરોના મૃતદેહર આવી હાલતમાં મળ્યા હતા, અહીં કામ કરતા મજૂરો ગુસ્સે ભરાયા હતા અને મૃતદેહ લેવા આવેલી એમ્બ્યુલન્સ પર પથ્થરમારો કરી તેને ઉંધી વાળી દીધી હતી અને પોલીસના કાફલાને પણ પ્રવેશ આપ્યો હતો 

  ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. મજૂરોની માગ હતી કે, મૃતક યુવાનના પરિજનોને સહાય કરવામાં આવે. અગાઉ કોઈ સહાય અપાઈ હતી. ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ મજુર સંઘના પ્રમુખ સાથે વાટાઘાટો કરવાનો પ્રયાસ કર્યો હતો.

  મજૂરો તાત્કાલિક સહાયની માગ સાથે અડગ રહ્યા હતા. હાલ ઉચ્ચ અધિકારીઓ દ્વારા મજુરોને સમજાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેમજ ઘટનામાં પથ્થરમારો કરનારા કેટલાક મજુરો સામે ફરિયાદ નોંધવાની પણ તજવીજ હાથ ધરાઈ છે

(11:30 pm IST)