ગુજરાત
News of Thursday, 7th February 2019

પંચમહાલના મોરવા હડફમાં ટ્રાવેલર ગાડીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે ચાર શખ્શો ઝડપાયા

ફોક્સ ટ્રાવેલર ગાડી સહીત કુલ મળીને ૧૦,૬૬,૫૦૦ નો મુદામાલ જપ્ત

પંચમહાલ જીલ્લાની મોરવા હડફ પોલીસે બાતમીના આધારે મોરવા (હડફ) ચોકડી વિસ્તારમાંથી એક ટુરિસ્ટ ગાડીમાં ખાના બનાવી છુપાવેલો દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. જેમા પોલીસે ચાલક સહિત કુલ ચાર વ્યકિતની અટક કરીને દારૂના બોટલોના જથ્થા સાથે મળીને કુલ ૧૦,૬૬,૫૦૦  રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે .

  આ અંગેની વિગત મુજબ મોરવા હડફ પોલીસના પીએસઆઈ જે.એન. પરમાર તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા.દરમિયાન મળેલ બાતમીના આધારે મોરવા(હડફ) ચોકડી પાસે આવેલા રોડ પર નાકાબંધી કરી હતી જેમાં એક રાજસ્થાન પાર્સિગની ફોર્સ ટ્રાવેલરને ઉભી રાખી તપાસ કરતા  જેમાં ટ્રાવેલરની સીટના ભાગેથી કાર્પેટને ખસેડતા પોલીસ પણ ચોકી ઉઠી હતી

  . કારપેટ હટાવતા જ પ્લાયવુડના પાટીયા નીચે ખાનામાં દારૂની બોટલો તેમજ ગાડીની દરવાજામાં બોટલો છુપાવેલી મળી હતી.આ દારૂની કુલ નંગ- ૫૩૭ જેની કિંમત ૩,૬૩,૦૦૦ તેમજ ફોક્સ ટ્રાવેલર ગાડી સહીત કુલ મળીને ૧૦,૬૬,૫૦૦  રૂપિયાનો મુદામાલ જપ્ત કરીને ગાડીમાં બેઠેલા ચાર ઈસમો અનિલકુમાર નટ,દિપકસીંગ દુલાવત,રાજેન્દ્રસિંગ દુલાવત,હેમરસિંગ રાણાવત તમામ રહેવાસી રાજસ્થાનની અટક કરી તેમની સામે કાયદેસરની કાર્ય વાહી હાથધરી છે.

(10:34 pm IST)