ગુજરાત
News of Wednesday, 7th February 2018

સુરત;માંડવીના સાલેયાની સીમમાં સામાન્ય બોલાચાલીમાં મહિલાની હત્યા

ઝઘડો થતા આરોપીએ લાકડાના ફાટક મારી હત્યા કરીને લાશને ખેતરમાં ફેંકી દીધી

સુરત ;સુરતના માંડવીના સાલેયા ગામની સીમમાં સામાન્ય બોલાચાલી થતા મહિલાની હત્યા કરાઈ છે સામાન્ય બોલાચાલીનો ઝઘડો થતા  માંડવીના સાલેયા ગામની સીમમાં સુમનબેન નામની મહિલાની આરોપીએ લાકડાના ફટકા મારીને હત્યા કરી હતી બાદમાં મહિલાની લાશને શેરડીના ખેતરમાં ફેંકી દઇને ત્યાંથી ફરાર થઈ ગયો.
અલબત્ત અમરત કોટવાળીયાની ફરિયાદને પગલે પોલીસે આરોપીની અટકાયત કરી છે. અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.

(12:04 am IST)