ગુજરાત
News of Wednesday, 7th February 2018

દુશ્મન ન કરે દોસ્તને વો કામ કીયા : પ્રેમીકાએ પ્રેમીને મળવા બોલાવી માર ખવડાવ્યો : વડોદરાના ભદ્ર સમાજમાં ચકચાર

વડોદરા : અલકાપુરી વિસ્તારમાં મોબાઇલ શોપ ધરાવતા એક યુવકને તેની કથિત પ્રેમિકા સાથે અણબનાવ બનતા યુવતીએ ત્રણ યુવકોને તૈયાર રાખી પ્રેમીને  મળવા બોલાવીને ધોલાઇ કરાવી હતી. જુના પાદરારોડ વિસ્તારમાં ગઇરાતે આ બનાવને લોકોએ જોયો હોવા છતા કોઇ વચ્ચે પડયુ નહતુ.

અટલાદરાના ડિવાઇન પ્રાગટય ફ્લેટ્સમાં રહેતા અને મોબાઇલ શોપ ધરાવતા રવિ રમેશભાઇ અડવાણી નામના યુવકે પોલીસને જણાવ્યુ હતુ કે, તેને મોબાઇલ શોપ પર આવતી સોનિયા નામની પરિણિત યુવતી સાથે પાંચેક વર્ષ પહેલા પરિચય થયો હતો. આ યુવતી બીજા પણ બોયફ્રેન્ડ રાખતી હોવાની જાણ થતા મેં તેની સાથે વાત કરવાનુ અને ફોન કરવાનુ બંધ કર્યુ હતુ. દરમિયાન ગઇકાલે રાતે દુકાન બંધ કરી મારી ઓડીકારમાં જતો હતો ત્યારે સોનિયાનો ફોન આવ્યો હતો.ફોન રીસિવ કરતા તેણે કહ્યુ હતુ કે,હું અક્ષરચોક પાસે હોન્ડાના શો રૂમ પાસે ઉભી છુ અને મારે મળવુ છે. જેથી હું તેને મળવા ગયો હતો.

રવિએ પોલીસને જણાવ્યુ છે કે, સોનિયા કારમાં બેઠી હોઇ તેની સાથે વાત કરવા ગયો ત્યારે અંદર બેઠેલા એક યુવકે મારી સાથે વાત કરી, મને નાક અને મોંઢે મુક્કા માર્યા હતા. આ વખતે આવ-જા કરતા લોકો જોઇ રહ્યા હતા પરંતુ કોઇ મદદે આવ્યુ નહતુ. એટલુ જ નહિં દબ્રિજ તરફથી બીજા બે યુવકો દોડી આવ્યા હતા અને મને માર માર્યો હતો. નાકમાંથી લોહી નીકળતુ હતુ ત્યારે સોનિયા હસતી હતી અને હજી મારો.. તેમ કહેતી હતી. ગોત્રી પોલીસે બનાવનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(6:19 pm IST)