વડોદરાના અલકાપુરીમાં પ્રેમિકાએ ત્રણ શખ્સોની મદદ લઇ પ્રેમીને જાહેરમાં ધોકાવ્યો
વડોદરા: અલકાપુરી વિસ્તારમાં મોબાઇલ શોપ ધરાવતા એક યુવકને તેની કથિત પ્રેમિકા સાથે અણબનાવ બનતા યુવતીએ ત્રણ યુવકોને તૈયાર રાખી પ્રેમીને મળવા બોલાવીને ધોલાઇ કરાવી હતી.જુના પાદરારોડ વિસ્તારમાં ગઇરાતે બનેલા બનાવને લોકોએ જોયો હોવા છતા કોઇ વચ્ચે પડયુ નહતુ. ત્રણ યુવકોને તૈયાર રાખ્યા હતા,યુવકના નાકમાંથી લોહી નીકળવા માંડતા સોનિયાએ હસતા હસતા કહ્યુ,હજી ફટકારો... અટલાદરાના ડિવાઇન પ્રાગટય ફ્લેટ્સમાં રહેતા અને મોબાઇલ શોપ ધરાવતા રવિ રમેશભાઇ અડવાણી નામના યુવકે પોલીસને જણાવ્યુ હતુ કે,તેની મોબાઇલ શોપ પર આવતી સોનિયા નામની પરિણિત યુવતી સાથે પાંચેક વર્ષ પહેલા પરિચય થયો હતો.આ યુવતી બીજા પણ બોયફ્રેન્ડ રાખતી હોવાની જાણ થતા મેં તેની સાથે વાત કરવાનુ અને ફોન કરવાનુ બંધ કર્યુ હતુ. ગઇકાલે રાતે દુકાન બંધ કરી મારી ઓડીકારમાં જતો હતો ત્યારે સોનિયાનો ફોન આવ્યો હતો.ફોન રીસિવ કરતા તેણે કહ્યુ હતુ કે,હું અક્ષરચોક પાસે હોન્ડાના શો રૃમ પાસે ઉભી છુ અને મારે મળવુ છે.જેથી હું તેને મળવા ગયો હતો. રવિએ પોલીસને જણાવ્યુ છે કે,સોનિયા કારમાં બેઠી હોઇ તેની સાથે વાત કરવા ગયો ત્યારે અંદર બેઠેલા એક યુવકે મારી સાથે વાત કર..કહી મને નાક અને મોંઢે મુક્કા માર્યા હતા.આ વખતે આવ-જા કરતા લોકો જોઇ રહ્યા હતા પરંતુ કોઇ મદદે આવ્યુ નહતુ.દરમિયાનમાં બ્રિજ તરફથી બીજા બે યુવકો દોડી આવ્યા હતા અને મને માર માર્યો હતો.નાકમાંથી લોહી નીકળતુ હતુ ત્યારે સોનિયા હસતી હતી અને હજી મારો..તેમ કહેતી હતી.ગોત્રી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.