ગુજરાત
News of Wednesday, 7th February 2018

બેંકોના ખાનગીકરણનો વિરોધ

બેંક કામદારો-ઓફિસરોનું ૧પમી માર્ચે હડતાલનું એલાન

પગાર ધોરણમાં સુધારો નહીં થતા દેશના ૧૦ લાખ, રાજયના પ૦ હજાર કર્મચારી જોડાશે

અમદાવાદ તા. ૭ : બેન્ક કર્મચારીઓએ ફરી હડતાલ પાડવાની તૈયારીઓ કરી છે. પગાર ધોરણમાં સુધારો કરવાની માગ હજુ સુધી સ્વીકારાઇ નથી તેના વિરોધમાં આગામી ૧પમી માર્ચના રોજ હડતાલ પર જવાનું એલાન કરવામાં આવ્યું છે.સમગ્ર દેશમાં દસ લાખ અને ગુજરાતમાં પચાસ હજાર કર્મચારી અને અધિકારીઓ આ હડતાલમાં જોડાશે.

નોટબંધી બાદ બેન્ક કર્મચારીઓના કામમાં વધારો થયો હતો પરંતુ તેમને કોઇ વધારાનું વળતર અપાયું ન હતું.

બેન્ક કર્મચારીઓને નોંટબંધી વખતે માનસિક ત્રાસ પણ ભોગવવો પડયો હતો. છેલ્લે ૧ લી નવેમ્બર, ર૦૧૭ ના રોજ પગાર ધોરણમાં સુધારા અંગે ચર્ચા વિચારણા થઇ હતી પરંતુ બાદમાં કશું થયું ન હતું.

બેન્કોના ખાનગીકરણ કરવામાં સરકાર પહેલ કરે છે પરંતુ કર્મચારીઓના પગાર ધોરણ સુધારવામાં એટલો રસ લેતી નથી. આ સંજોગોમાં બેન્ક કર્મચારીઓના રાષ્ટ્રીય સંગઠન દ્વારા ૧પ મી માર્ચે હડતાલનું એલાન જારી કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં અંદાજે પ૦ હજાર કર્મચારી-અધિકારી હડતાલ પર ઉતરી જતાં બેન્કની કામગીરી ખોરવાઇ જશે.

(3:34 pm IST)