ગુજરાત
News of Tuesday, 7th January 2020

લીઝીંગ ટ્રાન્ઝેકશનમાં વધારો

અમદાવાદના ઓફિસ બજારને લઇને પણ તારણો

અમદાવાદ,તા. ૭: અમદાવાદ શહેરના ઓફિસ માર્કેટ અંગે નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના અમદાવાદ બ્રાન્ચના ડાયરેક્ટર શ્રી બલબિરસિંઘ ખાલસાએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં કોમર્શિયલ સેક્ટરે લીઝિંગ ટ્રાન્ઝેક્શનમાં વધારો નોંધાયો છે. ખાસ કરીને અમદાવાદમાં ઓફિસ લીઝિંગ પાછલાં દોઢ વર્ષોમાં સૌથી વધારે હતી, તેણે વાર્ષિક આધાર પર ૧૫ ટકાનો વધારો રજીસ્ટર કર્યો છે અને તે ૦.૧૪ મિલિયન વર્ગ મીટર (૧.૫૫ મિલિયન વર્ગ ફૂટ) રહ્યો છે. ૨૦૧૯નાં બીજા છ માસિકમાં ઓફિસ સ્પેસ લીઝિંગ ૦.૦૯ મિલિયન વર્ગ મીટર (૦.૯૬ મિલિયન વર્ગ ફૂટ) રહી, જે ૨૦૧૮નાં બીજા છમાસિકથી વાર્ષિક આધાર પર ૭૦ ટકા વધારે છે.

-    ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી કુબ જ રોમાંચક બની શકે છે

-    સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ (સીબીડી) વેસ્ટ, જેમાં બોડકદેવ, કેશવબાગ, પ્રહલાદનગર, સેટેલાઇટ, એસજી હાઇવે અને થલતેજ જેવા સ્થાન સામેલ છે, ૨૦૧૯નાં બીજાં છ માસિકમાં સૌથી પસંદિત બજાર હતાં, કુલ લીઝિંગમાં તેનું યોગદાન ૫૧ ટકા હતું.

-    ગાંધીનગર અને જીઆઇએફટી સિટીને સામેલ કરતાં પેરિફેરલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ (પીબીડી)એ ૨૦૧૯નાં બીજા છમાસિકમાં ઓફિસ લીઝિંગમાં શેષ ૪૯નું યોગદાન કર્યું. ૨૦૧૯માં નવાં આપૂર્તિએ જીઆઇએફટી સિટીમાં ઓફિસ સ્પેસને વધારવામાં મદદ કરી છે.

-    આઇટી/આઇટીઇએસ સેક્ટર શીર્ષ ઓફિસ સ્પેસ ઓક્યૂપાયરના રુપમાં ઊભર્યું, ૨૦૧૯નાં બીજાં છમાસિકમાં કુલ લેવડદેવડમાં તેની ભાગીદારી ૪૩ ટકા સુધી વધી ગઇ, જે ૨૦૧૮નાં બીજા છમાસિકમાં ૧૧ ટકા હતી.

-    બીએફએસઆઇએ સીબીડી વેસ્ટ અને પીબીડીમાં ૩૬ ટકા ભાગીદારીનું યોગદાન આપ્યું. કેટલાંક નાણાંકીય સંસ્થાનો અને બેન્કોએ અહીં લીઝ પર સ્પેસ લીધાં.

-    બેન્ક ઓફ અમેરિકા(બીઓએ) સંયુક્ત રાજ્ય અમેરિકાની બીજી સૌથી મોટી બેન્ક છે, જેણે હાલમાં જીઆઇએફટી સિટીમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન(એસઇઝેડ)માં પોતાનું વૈશ્વિક સેવા કેન્દ્ર સ્થાપિત કર્યાં છે, જેણે બીએફએસઆઇ ક્ષેત્ર માટે મુખ્ય યોગદાન આપ્યું છે.

-    ૨૦૧૯માં નવા ઓફિસ આપૂર્તિએ લીઝિંગ ગતિવિધિને ૦.૪૫ મિલિયન વર્ગ મીટર (૪.૮૮ મિલિયન વર્ગ ફૂટ) પર ક્યાંય પાછળ છોડી દીધાં, ૨૦૧૮ની સરખામણીમાં તેમાં ૫૮ ટકાનો વધારો જોવા મળ્યો. ગુણવત્તાપૂર્ણ આપૂર્તિની ઉપલબ્ધતા સ્વસ્થ ઓક્યૂપાયર લીઝિંગ વોલ્યૂમના પાછળ એક મોટું ઉત્પ્રેરક રહ્યું છે.

-    અમદાવાદમાં વેટેડ એવરેજ મંથલી રેન્ટલ્સમાં ૯ ટકાનો ઘટાડો થયો અને ઉચ્ચ ડબલ અંકોની રિક્તિના કારણે ૨૦૧૯ના બીજા છમાસિકમાં ૪૬૨ રુપિયા-વર્ગ મીટર-મહિના (૪૩ રુપિયા-વર્ગ ફૂટ-મહિના) પર આવી ગયાં છે.

 

(10:07 pm IST)