અમદાવાદમાં હુમલાના વડોદરામાં પડઘા : NSUIના કાર્યકરો દ્વારા ABVP ના પોષ્ટરોની હોળી: અટકાયત
યુનિ,કેમ્પસ ખાતે પોલીસ કાફલો ગોઠવી દેવાતા કાલાઘોડા ખાતે કાર્યક્રમ
વડોદરા : દિલ્હીની જેએનયુ ખાતે વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટના બાદ એબીવીપી અને એનએસયુઆઇ આમને સામને આવી ગયાં છે. અમદાવાદમાં એનએસયુઆઇના પ્રમુખ ઉપર થયેલાં હુમલાના પ્રત્યાઘાતો વડોદરામાં પણ પડયાં છે.
અમદાવાદમાં એનએસયુઆઇના પ્રમુખ સહિતના કાર્યકરો પર થયેલાં હુમલાના વિરોધમાં વડોદરામાં એન.એસ.યુ.આઇ.ના પ્રમુખ દેવાંગ ઠાકોરની આગેવાનીમાં એ.બી.વી.પી.ના પોષ્ટરોની હોળીનો કાર્યક્રમ યુનિવર્સીટી કેમ્પસમાં રાખવામાં આવ્યો હતો. જો કે, યુનિવર્સિટીમાં પોલીસ કાફલો ગોઠવી દેવાતા કાર્યકરો સયાજીગંજ વિસ્તારમાં આવેલાં કાલાઘોડા ખાતે એકત્ર થયાં હતાં અને પોસ્ટર્સની હોળી કરી હતી
. ઘટના બાદ પોલીસ કાફલો કાલાઘોડા ખાતે દોડી આવ્યો હતો અને એન.એસ.યુ.આઇ. પ્રમુખ દેવાંગ ઠાકોર અને એમ.એસ. યુનિવર્સિટીના માજી યુ.જી.એસ. વ્રજ પટેલની અટકાયત કરી લીધી હતી. બનાવના પગલે ટ્રાફિક વ્યવહાર ખોરવાઇ ગયો હતો. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે લોખંડી પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો.