ગુજરાત
News of Tuesday, 7th January 2020

રાજપીપળાના પ્રખ્યાત તબલા વાદકની લાંબી બીમારી બાદ ચીર વિદાય થી બૉલીવુડમાં પણ શોકની લાગણી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આજની દુનિયામાં જ્યાં પૈસો સૌથી વધારે મહત્વ ધરાવે છે એવા સમયમાં પૈસા થી પણ વધારે મહત્વ માણસાઈ અને કળાને આપનાર એવા નિખાલસ પ્રેમાળ અને સૌને પ્રીય એવા ધનંજય ભાઈ જેને સૌ પ્રેમ થી Dk કહી બોલાવતા એવા રાજપીપળા ના ઉત્તમ અને એકમાત્ર તબલા વાદકનું સ્વર્ગવાસ થયું એ જાણીને સૌને આઘાત લાગ્યો છે.

       શબ્દો માં જેને વર્ણવી ના શકાય એવી છબી અને સારું વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ આમ અચાનક સૌને છોડીને ઈશ્વરના ધામમાં ચાલી ગઈ છે જે માનવામાં ન આવે એવી હકીકત છે.મારા જીવનની દોરીને જેને હંમેશા એક ભાઈ, મિત્ર, માર્ગદર્શક તરીકે સાથ આપ્યો એવા ધનંજયભાઈ પંડ્યાને ઈશ્વર સદગતિ આપે એવી હું સમસ્ત બોલિવૂડ તરફ થી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.

     મારા શરૂઆત ના સમય માં મારી આર્થિક પરિસ્થિતિ સારી ન હતી ત્યારે મને હમેશા એક મિત્ર અને માર્ગદર્શક સ્વરૂપે સહકાર આપ્યો, આજે હું જે જગ્યા એ છું ત્યાં સુધી પહોંચવામાં મદદ કરવા માટે એ હંમેશા મારા

     હૃદય માં જીવંત રહેશે.રાજપીપળાની જનતા એ એક સારા તબલા વાદક સાથે એક સંગીતનો અધ્યાય ગુમાવ્યો હોય એમ લાગે છે. રાજપીપળાની જનતા પાસે એવી અપેક્ષા રાખું કે ધનંજય ના નામ સાથે રાજપીપળાની કોઈ જગ્યાનું નામ જોડાય જેથી આવનાર પેઢી હંમેશા આવા ઉત્તમ વ્યક્તિત્વ અને ઉમદા કલાકારને જીવનભર યાદ રાખે તેવી રાજપીપળા વતની અને હાલ બોમ્બે સ્થિત જાણીતા મ્યુઝિક ડાયરેકર શિવરામ ભાઈ પરમારે શ્રદ્ધાંજલિ સાથે આશા વ્યક્ત કરી હતી.

(7:53 pm IST)