ગુજરાત
News of Tuesday, 7th January 2020

મહારાષ્ટ્રથી કપાસ ભરી અમદાવાદ જતી ટ્રક ડેડીયાપાડા નજીક વળાંક પર પલટી મારતા ચાલાકનું મોત

પણગામ- કોલીવાડા ગામની વચ્ચેના વળાંક પર ટ્રક પલટી ખાતા ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત : ક્લીનરને ઇજા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લાના ડેડીયાપાડા પાસેના પણગમ- કોલીવાડા ગામની વચ્ચે મહારાષ્ટ્ર થી કપાસ ભરી અમદાવાદ તરફ જતી ટ્રક નં. MH-19-Z-5508 ના ચાલાક રવિન્દ્રભાઇ વિશ્વનાથ ચૌધરી ( રહે.બાબરુડ જિ.જલગાવ ) (મહારાષ્ટ્ર) એ ટ્રક બેફામ હંકારતા વળાંક ઉપર પલટી ખવડાવતા ચાલક રવિન્દ્ર ચૌધરીને ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળ પર જ મોત થયું હતું. જ્યારે ક્લીનર શ્રીફણ વિહલ બીરારી,(રહે.બોમ્બડ,જિ.જલગાંવ ) (મહરાષ્ટ્ર)ને આ અકસ્માતમાં ઇજા થઇ હતી.આ બાબતે ડેડીયાપાડા પોલીસે ક્લીનર શ્રીફલ ની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે

(7:49 pm IST)