ગુજરાત
News of Tuesday, 7th January 2020

સુરતના પાંડેસરામાં પોલીસે બાતમીના આધારે 2.243 કિલો ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી

સુરત:શહેર પોલીસના એસઓજી (સ્પેશીયલ ઓપરેશન ગ્રૂપ) ના પો. કો. ચેતન બાબુભાઇને બાતમી મળી હતી કે પાંડેસરા-બમરોલી રોડ સ્થિત મિલન પોઇન્ટ નજીક જય અંબે નગર પ્લોટ નં. 709માં અરવિંદ હરિશચંદ્ર રાજભર (ઉ.વ. 28 રહે હાલ. ડુંડી ગામ, પાંડેસરા અને મૂળ રાયપુર કાજી, પો. કોરીયાબજાર, કપ્તાનગંજ, જિ. આઝમગઢ, યુપી) અને તેનો ભાગીદાર સોનુ મિશ્રાએ ગાંજાનો સંગ્રહ કર્યો છે. જેથી અરવિંદના રહેણાંક રૂમમાં તપાસ કરતા વ્હાઇટ કલરના કોથળામાંથી 2.243 કિલોગ્રામ ગાંજાનો જથ્થો કિંમત રૂા. 12,966 ની મત્તાનો મળી આવ્યો હતો. 

પોલીસે અરવિંદને અટકાયતમાં લઇ પુછપરછ કરતા જે ઠેકાણેથી ગાંજાનો જથ્થો મળ્યો હતો. તે પાંડેસરા જય અંબે નગરમાં રહેતા સોનુ ઉર્ફે લાલુ જુલન મિશ્રા (મૂળ રહે. ઉસરા ગામ, તા. અંજલ, જિ. બક્સર, બિહાર) પાસેથી મંગાવી તેઓ ભાગીદારીમાં ગાંજાનું વેચાણ કરતા હોવાની કબુલાત કરી હતી. 

(5:16 pm IST)