વડોદરાના ડભોઇ રોડ નજીક ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી ચાર જુગારીઓને 88 હજારની રોકડ સાથે રંગે હાથે ઝડપી પાડ્યા
વડોદરા: શહેરના ડભોઇરોડ પર જુગાર રમતાં ચાર જુગારિયાઓને પોલીસે ઝડપી પાડી રૃા.૮૮ હજાર ઉપરાંતની મત્તા કબજે કરી છે.
પ્લેટિનિયમ હાઇટ્સની નીચે કેટલાક લોકો જુગાર રમતા હોવાની વિગતોને આધારે ક્રાઇમ બ્રાન્ચના એએસઆઇ લક્ષ્મીકાન્ત અને ટીમે દરોડો પાડતાં ચાર જુગારિયા પકડાઇ ગયા હતા.પોલીસે તેમની પાસે રોકડા રૃા.૩૩,૨૨૦, ચાર મોબાઇલ અને એક ટુવ્હીલર કબજે કર્યા હતા.
પોલીસે પકડેલાઓમાં (૧) રમેશ પૂંજાભાઇ વાઘેલા રહે.ઓમકાર રેસિડેન્સી,નારાયણ સ્કૂલ પાસે,વાઘોડિયા રોડ(૨) ગૌરાંગ ઉર્ફે ભઇલુ મુકેશભાઇ વસાવા રહે.વ્રજભૂમિ સોસાયટી, કમલાનગર પાસે, આજવારોડ મૂળ ગામ મછલીપુરા (૩) અરૃણ મુકેશભાઇ આર્ય રહે.વ્રજભૂમિ સોસાયટી, આજવારોડ અને (૪) હસમુખ સોમાભાઇ પરમાર રહે.વુડાના મકાનમાં,કિશનવાડીનો સમાવેશ થાય છે.