News of Tuesday, 7th January 2020
વડોદરાની સેન્ટ્રલ જેલમાં કેદીઓદ્વારા ચલાવવામાં આવતું કોલ સેન્ટર ઝડપી પોલીસે 24જેટલા સીમકાર્ડ બ્લોક કર્યા
વડોદરા: શહેરની સેન્ટ્રલ જેલમાં કેટલાક કેદીઓ દ્વારા સમાંતર કોલ સેન્ટર ચલાવવામાં આવતું હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે જેલમાંથી કાર્યરત ૨૪ સીમકાર્ડ તાત્કાલિક બ્લોક કરવા માટે જિઓ કંપનીને પત્ર લખ્યો છે.
વડોદરા સેન્ટ્રલ જેલમાં ચાલતા મોબાઇલ નેટવર્કને શોધવા માટે પોલીસ કમિશનરે ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપતા પોલીસે બે મોબાઇલ પર જુદા જુદા સીમકાર્ડનો ઉપયોગ થયો હોવાથી તેની તપાસ શરૃ કરી છે.
જેલમાંથી મોબાઇલ ફોન બિનવારસી મળતા હોવાથી પોલીસે તેના આઇએમઇઆઇ નંબરના આધારે કોલ્સ ડિટેઇલની તપાસ કરતાં પ્રાથમિક તબક્કે બે મોબાઇલ ઉપર ૨૪ સીમકાર્ડનો ઉપયોગ થયો હોવાનું બહાર આવ્યું છે.પોલીસે આ તમામ સીમકાર્ડ બ્લોક કરવા મોબાઇલ કંપનીને પત્ર લખી જાણ કરી છે.
(5:12 pm IST)