ગુજરાત
News of Tuesday, 7th January 2020

વ્યાપક વિચારોથી વિમુકત ન થવું જોઇએ : પૂ. મોરારીબાપુ

હિંમતનગરના બામણામાં આયોજીત 'માનસ ઉમાશંકર' શ્રીરામ કથાનો ચોથો દિવસ

રાજકોટ, તા.૭ : 'વ્યાપક વિચારોથી વિમુકત ન થવું જોઇએ.' તેમ પૂ. મોરારીબાપુએ હિંમતનગરના બામણામાં આયોજીત 'માનસ ઉમાશંકર' શ્રીરામ કથાના ચોથા દિવસે જણાવ્યું હતું.

પૂ. મોરારીબાપુએ કહ્યું કે, શ્રીરામ ભગવાન બધાના છે. દરેક ભાષામાં શ્રીરામ ચરિત માનસ જોવા મળે છે. રામાયણમાં પ લીલા જોવા મળી છે.

પૂ. મોરારીબાપુએ ગઇકાલે ત્રીજા દિવસે કહ્યું કે શિવનો અવતાર નહિ શિવ જ હનુમાન છે. મહાદેવ અતિ સુંદર છે. દેખાવમાં એ શિવ હનુમાનના રૂપે બંદર છે. વાનરૂપમાં પુરારીએ વિગ્રહ ધર્યો, એ પવન છે. પવન વગરનો જીવન શકય નથી. વાયુના પાંચ-વ્યાન-પાન-સમાન-ઉદાન આદિ પ્રકાર ઉપરાંત બીજા પણ પ્રકારો છે સૌનું કલ્યાણ કરનાર તત્વ શિવ છે.

પૂ. મોરારીબાપુએ વધુમાં જણાવ્યું કે, ગણેશ વિધ્નહર્તા છે, મંગળભૂર્તિ છે. બાપુએ ખૂબ જ માર્મિક ટકોર કરતા જણાવ્યું કે આ એ સમાજ છે જે રંગેચંગે પ્રતિષ્ઠા કરે છે અને હોશિયાર સમાજ નાચતા-ગાતા પધરાવી-વિસર્જન પણ કરી નાંખે છે આ સમાજનું કંઇ નક્કી નહિ, બાપુએ આજે વ્યંગ્ય સાથે બદલાતા સમાજની તાસીરનો ઉલ્લેખ કરતા કહ્યું કે હવે રસોડા ઉભા થઇ ગયા છે ગમે ત્યારે દોડશે. આજે ઘરે રસોડામાં જવું કોઇને ગમતું જ નથી. બહાર જમવા જવાની ઘેલછામાં સ્ત્રીઓને મારી કથામાં ન અવાય કે મોડું અવાય તો વાંધો નહિ. ઘરમાં હોય એને ચા-પાણી -જમવાની વ્યવસ્થા પણ રસોડામાં જાઓ રસોડા ઉભા થઇ ગયા છે અને ભાગવાની તૈયારીમાં છે. પાણીયારા ગયા, ઉંબરા ગયા, જે ઉંબરા પર એક અવતાર થયેલો. સોડા ગયા, આ એક મોટી ચેતવણી છે. ધર્મની એક મોટી વ્યાખ્યા આપણા કર્તવ્યનું નિર્વહન કરવું એ છે. ગણેશ લાંબુ નાક બધું વિવેકથી પારખે છે. મોટા કાન બધાનું સાંભળે છે.

(4:01 pm IST)