ગુજરાત
News of Tuesday, 7th January 2020

યુનિવર્સિટીઓના માધ્યમથી નવા ભારત નિર્માણનું સપનું સાકાર થવા તરફઃ મનસુખ માંડવિયા

મહેસાણાની ગણપત યુનિવર્સિટી ખાતે યોજાયેલ પદવીદાન સમારંભમાં કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાના હસ્તે કોફી ટેબલ બૂકનું વિમોચન કરાયેલ તે પ્રસંગની તસ્વીર

રાજકોટ તા. ૭ : ભારત સરકારના શિપિંગ રાજ્ય મંત્રી મનસુખભાઇ માંડવિયાએ ગણપત વિશ્વ વિદ્યાલય ખાતે યોજાયેલ પદવીદાન સમારંભમાં જણાવ્યું હતું કે આવતીકાલના રાષ્ટ્ર નિર્માણ માટે ગણપત જેવી વિશ્વ વિદ્યાલયોની અહ્મ ભુમિકા રહેલી છે. આ પ્રકારની યુનિવર્સિટીઓના માધ્યમ થકી નવા ભારતના નિર્માણનું સ્વપ્ન સાકાર થવા જઇ રહ્યું છે.

મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાએ ઉમેર્યું હતું કે ગણપતભાઇએ અમેરીકાને કર્મભુમિ બનાવી પરંતુ આ પ્રકારની યુનિની સ્થાપના કરી વતનનું ઋણ ઉતાર્યું છે. રાજયના વિકાસમાં આ પ્રકારના વિશ્વ વિદ્યાલયોનો અમુલ્ય ફાળો રહેલો છે.

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે સફળ થવા માટે ધ્યેય નકકી કરવું જરૂરી છે. તેમ તેમણે જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રનો વિકાસ થઇ રહ્યો છે દેશ અને દુનિયામાં ભારતની નવીન ઓળખ પ્રસ્થાપિત થઇ છે. ભારતના યુવાનો દેશ અને દુનિયા સાથે તાલ મીલાવી શકે તે પ્રકારનું સરકારમાં કામ થઇ રહ્યું છ.ે

કાર્યક્રમમાં ગણપત વિશ્વવિદ્યાલના પેટન ઇન ચિફ ગણપતભાઇ પટેલે જણાવ્યું હતું વિદ્યાર્થીઓ શ્રેષ્ઠત્તમ પ્રાપ્ત કરે તે દિશામાં ગણપત યુનિ. દ્વારા કામ થઇ રહ્યું છે. વિદ્યાર્થી વૈશ્વિકરણમાં ઉચ્ચ કારકિર્દિ પ્રાપ્ત કરે તે પ્રકારનું શિક્ષણ યુનિમાં અપાય છે.

ગણપત વિશ્વ વિદ્યાલય ખાતે ૧૩માં પદવીદાન સમારંભમાં રપ૧૩ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી જેમાં ડિપ્લોમાંના ૧૦૦, સ્નાતકના ૧૭૧૪, અનુસ્નાતક ડિપ્લોમાના ૩પ૮, અનુસ્નાતકના ૬૦૭, એમ. ફીલના ૧ર અને પીએચડીના રપ પદવી ધારકોને પદવી એનાયત કરાઇ હતી આ ઉપરાંત યુનિના શ્રેષ્ઠતમ ૭૦ વિદ્યાર્થીઓને સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ગણપત યુનિના કેમ્પસમાં કેન્દ્રિય મંત્રીશ્રીના હસ્તે ટી.એસ.વિદ્યાસાગર શીપ ઇન કેમ્પસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આબેહુબ શીપ જેવું કેમ્પસ ઉભુ કરવામાં આવ્યું છે.જેના થકી આ પ્રકારનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વિશેષ સગવડ ઉભી થઇ છે.

કાર્યક્રમમાં બી.વી. રમેશ મેનેજીંગ ડિરેકટર બોસ, રાજુ શાહ ચેરમેન હર્ષ ઔદ્યોગીક એકમ, યુનિના ડાયરેકટર જનરલ ડો. મહેન્દ્ર શર્માશ્રી આર.કે. પટેલ રજિસ્ટ્રાર અમિત પટેલ, પ્રબુદ્ધ નાગરીકો વિદ્યાર્થીઓ, વાલીઓ, ગણપત યુનિનો સ્ટાફગણ ઉપસ્થિત રહ્યો હતો.

(3:58 pm IST)