ગુજરાત
News of Tuesday, 7th January 2020

સુરતમાં ફાયર વિભાગની આકરી કાર્યવાહી : સેફટીના સાધનોના અભાવે શોપિંગ સેન્ટરની 55 દુકાનોને સીલ

સિટીલાઇટ વિસ્તારમાં આવેલા એસકોન શોપીંગ સેન્ટરને પણ સીલ કરાયું

સુરત ફાયર વિભાગ સફાળું જાગ્યું છે. એક પછી એક સેન્ટરને સીલ કરવામાં આવી રહ્યું છે. શહેરના રૂપાલી નહેર પાસે આવેલું વાસુદેવ આર્કેડ સીલ કરવામાં આવ્યું છે. ફાયર સેફટીના સાધનોના અભાવે આ સેન્ટરને નોટિસ પાઠવવામાં આવી હતી તેમ છતાં ફાયર સેફટીના સાધનો ના લગાવતા ફાયર વિભાગ દ્વારા શોપિંગ સેન્ટરને સીલ કરાયું છે.

 સિટીલાઇટ વિસ્તારમાં આવેલા એસકોન શોપીંગ સેન્ટરને પણ શીલ કરવામાં આવ્યું છે. શોપિંગ સેન્ટરની કુલ ૫૫ જેટલી દુકાનોને સીલ કરાઈ છે. આ તરફ હરીપુરા વિસ્તારમાં આવેલા હાટ ફળિયાના હિન્દુસ્તાન ડાયમંડ સેન્ટરને પણ શીલ કરાયું છે.

(1:23 pm IST)