ગુજરાત
News of Tuesday, 7th January 2020

કળયુગની ક્રૂર માતાએ ચોથી દીકરીનો જન્મ થતા ગળું દબાવી કરી હત્યા

અમદાવાદ, તા.૭: સરકાર 'બેટી  બચાવો અને બેટી પઢાવો'ની વાત કરે છે અને આ માટે જાગૃતિ અભિયાન પણ ચલાવે છે પણ સવાલ એ થાય છે કે, ગુજરાતમાં ખરેખર 'બેટી  બચાવો અને બેટી પઢાવો' અભિયાનની કોઈ જાગૃતતા છે ખરી?

આ કહેવાનું કારણ એ છે કે, અવાર નવાર એવા કિસ્સાઓ સામે આવે છે કે, બાળકીનો જન્મ થતા માતા દ્વારા બાળકીનો તરછોડી દેવામાં આવે છે એટલે કયારેક કચરાના ડબ્બામાંથી બાળકીઓ મળી આવે છે, તો કયારેક ખુલ્લી જગ્યાઓમાંથી નવજાત બાળકીઓ મળી આવે છે. માતાની ક્રુરતાના ઘણા કિસ્સાઓ ભુતકાળમાં પ્રકાશમાં આવી ચૂકયા છે ત્યારે માતાની ક્રુરતાનો વધુ એક કિસ્સા ઉમરગામમાં પ્રકાશમાં આવ્યો છે. એક મહિલાએ બાળકીને જન્મ આપ્યો અને જન્મના થોડા કલાકોમાં જ બાળકીની ગળું દબાવીને માતાએ જ હત્યા કરી નાંખી હતી. આ દ્યટનાની જાણ પોલીસને થતા પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરીને નવજાત બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

એક રિપોર્ટ અનુસાર વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ગાંધીવાડી ગામના સાકેત નગરમાં રહેતી મૂળ ઉત્ત્।રપ્રદેના જોનપુર જિલ્લાની અનીતાદેવી નામની મહિલાને ડિલીવરી માટે ગાંધીવાડીની ઘ્ણ્ઘ્દ્ગક્ન કોમન સર્વિસ સેન્ટર હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી, જયાં તેમના એક બાળકીને જન્મ આપ્યો હતો. બાળકીના જન્મના ગણતરીના કલાકોમાં તેનું મોત થઇ ગયું હતું. બાળકીનું અચાનક મોત થવાથી ડોકટરો દ્વારા સમગ્ર મામલે પોલીસને માહિતી આપવામાં આવી હતી અને નવજાત બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકીનું ગળું દબાવીને હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસે સમગ્ર મામલે હત્યાનો ગુનો દાખલ કરીને બાળકીની માતાની પૂછપરછ શરૂ કરી હતી. માતાએ પોલીસની સમક્ષ બાળકીનું ગળું દબાવીને હત્યા કરી હોવાની કબુલાત કરી હરી. હત્યાનું કારણ આપતા અનીતાદેવીએ જણાવ્યું હતું કે, તેને અગાઉ ત્રણ દીકરીઓને જન્મ આપ્યો છે અને આ ચોથી વાર બાળકીને જન્મ આપતા આ કૃત્ય કર્યું હતું. પોલીસે સમગ્ર મામલે અનીતાદેવી સામે હત્યાનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

(11:35 am IST)