ગુજરાત
News of Tuesday, 7th January 2020

સરકારના વર્ગ-1 અને 2ના અધિકારીઓ હવે એસીની ઠંડક લઇ શકશે નહીં :પરિપત્ર જાહેર

નિયમ કરતા વધુ સગવડો મેળવતા હોવાનું ખુલતા સુવિધા 15 દિવસમાં પરત કરવા સૂચના

ગાંધીનગર : જ્ય સરકારના વિકાસ કમિશનરે રાજ્યના વર્ગ 1 અને 2 ના અધિકારીઓ નિયમ કરતા વધુ સગવડો મેળવતા હોવાનું સામે આવતા હવે પરીપત્ર કર્યો છે. રાજ્યની જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના કર્મચારી અધિકારી ચેમ્બર કે વાહનમાં AC લગાવી સરકારી પૈસે ઠંડી હવા લેવાની ઘટના સામે આવતા હવે નિયમ મુજબ મળતી સુવિધાઓ ઉપરાંતની સુવિધા 15 દિવસમાં પરત કરવા સૂચના અપાઈ છે.
  વિકાસ કમિશ્નરે પરિપત્રમાં લખ્યું છે કે તાજેતરમાં સરકારના ધ્યાન ઉપર આવેલ છે કે સરકારના વર્ગ-1 અને 2ના અધિકારીઓ તેમને નિયમો પ્રમાણે મળતી ના હોય તેવી સગવડો કચેરીમાં કરાવે છે. આવી બાબતોમાં મુખ્ય સગવડ એ.સી. ચેમ્બર અને એ.સી. વાહનની છે. પ્રસંગોપાત એવું પણ ધ્યાન પર આવેલ છે કે વિવાદ ઉભો ના થાય તેથી અધિકારી આવી સગવડો સ્વખર્ચે ઉભી કરાવે છે. પરંતુ તેના કારણે વધારાનું વીજળી બિલ અને પેટ્રોલ-ડીઝલ નો ખર્ચ સરકાર ઉપર જ આવે છે. સૌથી અગત્યની વાત એ છે કે, જે અધિકારીને જે સગવડો મળવા પાત્ર ના હોય તે સગવડો તે ભોગવી શકે નહીં. આથી તમામ જિલ્લા વિકાસ અધિકારીની સૂચના આપવામાં આવે છે કે આગામી 15 દિવસમાં તેમના જીલ્લામાં પંચાયત તંત્રના તમામ અધિકારીઓની ચેમ્બર, એન્ટી ચેમ્બર અને સરકારી વાહનમાં એ.સી. ફીટ કરાવેલ હોય તો તે તાત્કાલિક દુર કરવા.

(8:59 am IST)