ગુજરાત
News of Tuesday, 7th January 2020

ગુજરાતમાં ફાર્મસી રજીસ્ટ્રેશન ફી માં ચાર ગણો વધારો : વિદ્યાર્થીઓમાં વિરોધ :આવેદન આપ્યું

ફી વધારો પરત લેવા ફાર્મસી કાઉન્સિલમા રજુઆત કરાઇ

અમદાવાદ : ગુજરાતમા ફાર્મસી રજીસ્ટ્રેશન ફી 500થી વધારી રૂપિયા બે હજાર કરવામાં આવી છે. ત્યારે ફી વધારો પાછો ખેંચવા આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ

 . ફાર્મસી વિદ્યાર્થીઓની ફી વધારો પરત લેવા ફાર્મસી કાઉન્સિલમા રજુઆત કરાઇ છે. ફીમા 400 થી 1 હજાર ટકાનો વધારો કરાયો છે. રાજય બહારની કોલેજોની ફાર્મસી રજીસ્ટ્રેશન ફી 500થી પાંચ હજાર કરવામાં આવી છે. જો કે વિદેશ જનાર ફાર્માસિસ્ટ માટે ગુડ સ્ટેન્ડિંગ ફી હજારથી પાંચ હજાર રૂપિયા કરવામાં આવી છે

(9:17 pm IST)