ગુજરાત
News of Tuesday, 7th January 2020

બોર્ડની પરીક્ષાના સ્થળ સંચાલક તરીકે સરકારી-ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોની નિમણુંક કરવા માંગ

સેલ્ફ ફાયનાન્સ શાળાઓમાં પરીક્ષામાં ગેરીરીતિ અને આંગળી સ્થાનિક સંચાલક મંડળ સામે ચીંધાટી હોવાનો આરોપ

સુરત :  ધોરણ 10 અને 12ની પરીક્ષા દરમિયાન સ્થળ સંચાલક તરીકે સરકારી અથવા ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોની નિમણૂક કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. આજે સુરત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળે કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે

  . મંડળ દ્વારા આરોપ મૂકવામાં આવ્યો છે કે સેલ્ફ ફાયનાન્સ શાળાઓમાં પરીક્ષા દરમ્યાન ગેરીરીતિ થાય છે. જેમાં સ્થાનિક સ્થળ સંચાલક સામે આંગળી ચીંધાઈ છે. ત્યારે આ બાબતને ગંભીરતાથી લઈ નિર્ણય લેવામાં આવે તેવી માંગ છે.

(9:12 pm IST)