ગુજરાત
News of Monday, 7th January 2019

કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને હાઈકમાન્ડનું તેડું :દિલ્હી જવા રવાના

બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને બેચરાજીના ધારાસભ્ય પણ દિલ્હી ગયા

અમદાવાદ ;કોંગ્રેસના આંતરિક કકળાટ વધ્યો છે સિનિયર નેતાઓમાં નારાજગી હોવાની વાતો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી નારાજ દેખાઇ રહેલા કોંગ્રેસના રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર દિલ્હી જવા માટે રવાના થયા છે. અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે મારી વાત રજૂ કરવા માટે દિલ્હી જઇ રહ્યો છું. ગુજરાતમાં કોઇ નેતા કે પાર્ટીનો વિરોધ નથી પણ જ મુદ્દાને આધારે સમર્થન આપ્યું હોય તે પ્રમાણે મારે લોકોને ન્યાય અપાવો જરૂરી છે. 

 અલ્પેશ ઠાકોરે બળાપો કાઢતા કહ્યું હતું કે મારા લોકોને સન્માન નથી મળી રહ્યું અને મારા હાથ કાપવામાં આવી રહ્યા છે. રાજનીતી કરીને ગુજરાતમાં મારા હાથ તોડવામાં આવી રહ્યા છે. સમાજને મારે પૂરતો ન્યાય આપવો પડે છે. અને દિલ્હીથી હાઇકમાન્ડ દ્વારા મને બોલાવતા હુ ચર્ચા કરવા માટે જઇ રહ્યો છું.

   અલ્પેશ ઠાકોરનીસ આઠે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને બેચરાજીના ધારાસભ્ય પણ તેમની સાથે દિલ્હી જવા નિકળી ગયા છે.

(9:12 pm IST)