News of Monday, 6th December 2021
એમ્પાવર ફોર ગ્રેટનેસ વુમન ક્લબ ઓફ વિરમગામ દ્વારા જરૂરીયાતમંદ લોકોને ગરમ વસ્ત્રો આપવામાં આવ્યા
૨૦થી વધુ મહિલાઓ આ ગૃપમાં જોડાલેયા છે અને વિવિધ સેવાકાર્ય કરે છે
(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : વિરમગામ શહેરના મહિલાઓના એક ગૃપ દ્વારા જરૂરીયાતમંદ લોકોને ગરમ વસ્ત્રો આપવામાં આવ્યા હતા. એમ્પાવર ફોર ગ્રેટનેસ વુમન ક્લબ ઓફ વિરમગામ દ્વારા શિયાળાની ઠંડીમાં જરૂરીયાતમંદ લોકોને રક્ષણ મળે તેવા ઉમદા ભાવથી સેવા કાર્ય કરવામાં આવ્યુ હતુ. આ સેવાકાર્યમાં ડૉ.નયના સારડા, ડૉ.કિંજલ ગુપ્તા, ડૉ.બિનલ કંસારા, ધર્મિષ્ઠા ધાંધલ, જૈનાબ પટેલ, ફાતેમા પટેલ, જુલી પટેલ સહિતના મહિલાઓ જોડાયા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે આ મહિલાઓના ગૃપમાં ૨૦થી વધુ મહિલાઓ જોડાયેલ છે અને તેઓના દ્વારા વિવિધ સેવાકાર્ય કરવામાં આવી રહ્યા છે.
(6:39 pm IST)