ગુજરાત
News of Friday, 6th December 2019

દિયોદરના લુન્દ્રા કેનાલમાં ઝપલાવનાર અબાળા ગામની મહિલાનો લાશ મળી : પંથકમાં ચકચાર

મહિલાએ બાળક અને આધારકાર્ડ બહાર મુકી કેનાલમાં ઝંપલાવી દીધુ હતું

 

દિયોદર પંથકમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં  આપઘાત કરનાર મહિલાની લાશ મળી આવતા ચકચાર મચી ગઇ છે. ગત મોડી સાંજે આપઘાત કરનાર મહિલાએ બાળક અને આધારકાર્ડ બહાર મુકી કેનાલમાં ઝંપલાવી દીધુ હતુ. કેનાલમાં મહિલાએ ઝંપલાવ્યુ હોવાની જાણ થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, મામલતદાર પી.એસ. પંચાલ સહિતના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

  બનાસકાંઠાના દિયોદર તાલુકામાંથી પસાર થતી લુદ્રા કેનાલમાં અબાળા ગામની મહિલાએ ઝંપલાવી આપઘાત કરી લીધો છે. અબાળા ગામની રમીલાબેન દશરથજી ઠાકોર નામની મહિલાએ અગમ્ય કારણોસર આપધાત કરી લીધો હોવાનું સામે આવ્યુ છે. મહિલાએ પોતાના બાળકને આધારકાર્ડ સાથે કેનાલ બહાર મુકી ઝંપલાવી દીધુ હતુ. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

 ગત મોડીરાત સુધી ભારે શોધખોળ કર્યા બાદ પણ મહિલાનો કોઇ પત્તો લાગ્યો હતો. આજે ફરી શોધખોળ કરતા સવારે મૃતક મહિલાની લાશ મળી આવી હતી. જેને લઇ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

(12:10 am IST)