ગુજરાત
News of Friday, 6th December 2019

આણંદના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરાયો

કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા રાજય સરકારનો મહત્વનો નિર્ણય

મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણય અનુસાર આણંદ શહેરના નાની ખોડિયાર, ગાંગદેવ નગર, મોટી ખોડિયાર, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, રાધા સ્વામી સ્તસંગ, IRIS હોસ્પિટલ, લાંભવેલ રોડ, રેલવે સ્ટેશનની સામેનો વિસ્તાર, ગુજરાતી ચોક, પોસ્ટ ઓફિસ, આણંદ નગરપાલિકા, ગામડીવાડ, કિશોર પ્લાઝા, અમૂલ ડેરી રોડ, ચરોતર બેન્ક, લક્ષ્મી સિનેમા, મેફેર રોડ, જૂના રોજ પાસે નરીમાન કોમ્પલેકસ તથા જૈન ઉપાશ્રય નજીકના વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરાયો છે.

આ ઉપરાંત આણંદ શહેરના નવા બસ સ્ટેન્ડ, સી.પી. કોલેજ, ૧૦૦ ફૂટના રોડ, રોયલ પ્લાઝા, ઇન્દિરા સ્ટેચ્યૂ, ગ્રિડ, પિપલ મેડિકેર સોસાયટી, બેઠક મંદિર, જૈન સોસાયટી, મહાવીર પાર્ક, મહાવીર સોસાયટી સામેના વિસ્તાર, આણંદ વિદ્યાનગર રોડ, ટાઉન હોલ, પંચાલ હોલ, ગોપી સિનેમા વિસ્તાર, અવકુડા રોડ, બિગ બઝાર, ૮૦ ફૂટના રોડ, ડી. ઝેડ. હાઇસ્કૂલ, ઋતુ આઇસક્રીમ, એચ.એમ. પટેલ સ્ટેચ્યૂ, મોતીકાકા ચાલી પાસેનો વિસ્તાર તેમજ ઝાયડસ હોસ્પિટલ, પનઘટ હોટલ, નિશાંત આઇ હોસ્પિટલ, હિમાલયા હોસ્પિટલ તથા હિમાલયા ટાઉનશિપ પાછળના વિસ્તારમાં અશાંત ધારાની જોગવાઇઓ અમલી બનાવાઇ છે.

આ જોગવાઇઓને કારણે હવેથી આ વિસ્તારોમાં સ્થાવર મિલકતોની તબદીલી અંગે જિલ્લા કલેકટરની પૂર્વ પરવાનગી – મંજૂરી લેવાની રહેશે.

ઉલ્લેખનીય છે કે આ વિસ્તારોમાં ભૂતકાળમાં કોમી તંગદિલીનું નિર્માણ કરનારા ગુનાઓ નોંધાયા છે. આ વિસ્તારોમાં અનેક ધાર્મિક સંસ્થાઓ પણ આવેલી છે.

(4:32 pm IST)