ગુજરાત
News of Friday, 6th December 2019

કામધંધો ન મળતા સુરતમાં પરપ્રાંતીય આધેડે ફાંસો ખાધો

સુરત: ઉધના વિસ્તારમાં ઝાંસીની રાણી બાગ પાસે પાંડવ કોમ્પેલક્ષમાં રહેતા ૪૮ વર્ષીય રામકિશન પૈઉહારી દુબેએ આજે સવારે ઘરમાં પંખા સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હતુ. રામકિશન દોઢ વર્ષ પહેલા રોજી રોટી માટે સુરત આવ્યા હતા.અને તે મીલમાં નોકરી કરીને પરીવારનું ગુજરાન ચલાવતા હતા.તેમને બે સંતાન છે. તેઓ બે માસથી બેકાર બની જતા નાંણાકીય તકલીફ અનુભવતા હતા.તેથી તે માનસિક તાણ અનુભવતા હોવાથી આ પગલુ ભર્યુ હતુ.આ અંગે ઉધના પોલીસે તપાસ હાથ ધરી છે.

(4:31 pm IST)