ગુજરાત
News of Friday, 6th December 2019

પેટલાદ-ખંભાતમાં મહિલા કિલર ગેંગના સભ્યોને પોલીસે દબોચ્યા

નડિયાદ: પેટલાદ અને ખંભાત પંથકમાં એકલ-દોકલ મહિલાઓને મુસાફર તરીકે રીક્ષામાં બેસાડીને લૂંટી લઈ તેમની ક્રુર રીતે હત્યા કરી નાંખતી મહિલા કીલર ગેંગના ત્રણ સભ્યોને ઝડપી પાડવામાં આખરે વીરસદ પોલીસને સફળતા મળી છે. સાથે આણંદની મહિલા એનસીસી કમાન્ડર અને મિંયાણીની ભરવાડ મહિલાની હત્યાના ભેદભરમ ઉકેલાઈ જવા પામ્યા છે. અંગેની સીલસીલાબધ્ધ વિગતો આપવા માટે આણંદની ડીએસપી કચેરીના કોન્ફરન્સ હોલમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં માહિતી આપતાં ખંભાતના ડીવાયએસપી રીમાબેન મુન્શીએ જણાવ્યું હતુ કે, તારીખ -૧૨-૧૯ના રોજ વીરસદ-દાદપુરા રોડ ઉપરથી આણંદની મહિલા કોમલબેન મિહીરભાઈ ગોસ્વામીની (. . ૩૨)ગળે ટુંપો આપીને હત્યા કરેલી લાશ મળી આવી હતી. બીજા દિવસે ખંભાત તાલુકાના રંગપુર ગામની સાંઠવાળી કેનાલ પાસેની કાંસડી પાસેથી બાવળા તાલુકાના મિંયાણી ગામે રહેતા હિરૂબેન ભરવાડ (. . ૫૫)ની ગળે ટુંપો આપીને તેમજ બોથડ પદાર્થના ફટકા મારીને હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. ઉપરાછાપરી બે મહિલાની હત્યા કરાયેલી લાશો મળી આવતાં રેન્જ આઈજીપી . કે. જાડેજા અને ડીએસપી મકરંદ ચૌહાણની સૂચના અને માર્ગદર્શન વીરસદ, ખંભાત શહેર, ડીવાયએસપીની ટીમ તેમજ સીપીઆઈની ટીમો બનાવીને દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. દરમ્યાન કોમલબેન ગોસ્વામીના મોબાઈલ ફોનનું લોકેશન છેલ્લે જલુંઘ ગામની સીમમાંથી મળ્યું હતુ જેને આધારે વૈજ્ઞાનિક ઢબે તપાસ કરતાં વીરસદના પીએસઆઈ આઈ. એન. ઘાસુરાને લૂંટ વીથ હત્યામાં જલુંધના અગાઉ ચોરી તેમજ લૂંટફાટમાં પકડાયેલો દિલીપ ઉર્ફે ડાહ્યો ગગજીભાઈ ચાવડા સંડોવાયો હોવાની માહિતી મળી હતી જેથી પોલીસની એક ટીમે જલુંધ ગામે છાપો મારીને દિલીપ ઉર્ફે ડાહ્યાને દબોચી લીધો હતો. તેની પૂછપરછમાં મુળ ભરૂચ જિલ્લાના કંથારીયા ગામનો સલીમ ઈસ્માઈલભાઈ બારીવાલા, વિજયભાઈ ઉર્ફે ચકો જશભાઈ ચાવડા (જલુંધ)અને સાવનકુમાર ધનજીભાઈ પટેલ (રે. કાળી તલાવડી, ખંભાત તથા અમદાવાદ નરોડા)ના નામો ખુલતાં પોલીસે સલીમ અને સાવનકુમારને પણ ઝડપી પાડ્યા હતા જો કે વિજયભાઈ ઉર્ફે ચકો ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. પોલીસે ત્રણેયને અલગ-અલગ રીતે તલસ્પર્શી પૂછપરછ કરતાં તેઓએ લૂંટના ઈરાદે બે હત્યા ઉપરાંત ઉંટવાડા સીમમાં પણ દિવાળીના દિવસો દરમ્યાન એક મહિલાને લૂંટીને તેની હત્યા કરી નાંખી હોવાની કબૂલાત કરી હતી જેથી પોલીસ ચોંકી ઊઠી હતી અને ત્રણેયની લૂંટ વીથ મર્ડરના ગુનામાં ધરપકડ કરીને લૂંટમાં વપરાયેલી બે સીએનજી રીક્ષા, એક ટાટા એન્જોય ગાડી અને બાઈક સાથે લૂંટમાં ગયેલો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે.

(4:27 pm IST)