ગુજરાત
News of Friday, 6th December 2019

ગાંધીનગરમાં ઉપવાસ આંદોલન આદરવાની યુવાનોની જાહેરાત : સરકારની વળતી ચીમકી

પરીક્ષા રદની માંગણી અફર : પરવાનગી વગરના આંદોલન સામે સરકારની લાલ આંખ

ગાંધીનગર, તા. ૬ : છેલ્લા કેટલાક દિવસથી ગાંધીનગર અને ગુજરાતના જિલ્લા કક્ષાએ ચાલતા ગૌણ સેવા પસંદગી બોર્ડ સામેની આંદોલનને દિવસે ને દિવસે સારો પ્રતિભાવ મળતો રહ્યો છે.

આજે ગાંધીનગર ખાતે આંદોલનકારીઓએ પ્રતિક ઉપવાસ કરવાની જાહેરાત કરી છે. આ પ્રતિક ઉપવાસમાં દરેક જિલ્લામાંથી બે પ્રતિનિધિ ફરજીયાત બેસશે . આ જાહેરાતથી ચોકી ઉઠેલી રાજય સરકારે સ્પષ્ટપણે જણાવ્યું કે આ આંદોલન પરવાનગી વગર ચાલે છે અને નગરજનોને કોઇપણ પ્રકારની અગડતા પડશે તો ચલાવી લેવામાં આવશે નહી.

આજે મહાત્મા મંદિરથી સચિવાલય વચ્ચે જાહેર માર્ગ પર આંદોલનકારીઓ મોટી સંખ્યામૌ અવર જવર કરી રહ્યા છે.

(4:01 pm IST)