ગુજરાત
News of Friday, 6th December 2019

ડો.ઇન્દુરાવે બેસ્ટ નેશનલ એજયુકેટર અને ઓથર ઓફ ધી યરનો એવોર્ડ મેળવી ગુજરાતનું ગૌરવ વધાર્યુ

વિદેશમાંથી બબ્બે વખત પીએચડી ડીગ્રી મેળવનારની વધુ એક સિધ્ધી

રાજકોટઃ દેશ વિદેશમાં જાણીતા હિરા ઉદ્યોગ વિષે અભ્યાસપુર્ણ પુસ્તક લખી રાજય સરકાર સહિત અનેક સંગઠનો દ્વારા એવોર્ડ મેળવનાર જાણીતા મહિલા શિક્ષણશાસ્ત્રી (નિરમા યુનિ.)ના ડો.ઇન્દુરાવે વધુ એક સિધ્ધી હાંસલ કરી છે.

ડો.ઇન્દુરાવે બેસ્ટ નેશનલ એજયુકેટર અને 'ઓથર ઓફ ધ યર'નો જાજરમાન અને પ્રતિષ્ઠીત એવોર્ડ પદ્મશ્રી વિષ્ણુભાઇ પંડયા હસ્તે મેળવ્યો છે. ડો. ઇન્દુરાવે દેશ વિદેશમાં એજયુકેશન લેવલે અનેક એવોર્ડ હાંસલ કરી ગુજરાતની આન-બાન-શાનને ચાર ચાંદ લગાવ્યા છે. જેની સરાહના પુર્વ રાજયપાલ અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કરી છે. ડો. ઇન્દુરાવ ગુજરાતના સિનીયર આઇપીએસ અને એડીશ્નલ ડીજીપી   ડો.કે.એલ.એન.રાવના ધર્મપત્ની છે.

(3:25 pm IST)