ગુજરાત
News of Friday, 6th December 2019

વાવના રાછેણા ગામના ૩૦૦ ખેડુતોની સામુહિક આત્મવિલોપનની ચીમકી: આવેદનપત્ર આપ્યું

માઇનોર કેનાલમાં આજ સુધી પાણી નહીં મળતા ખેડૂતો બેહાલ :

વાવ : સરહદી કસ્ટમ રોડ પર આવેલ રાછેણા માઈનોર કેનાલમાં આજદીન સુધી પાણી નહિ મળતા ખેડૂતોએ ખાતર બિયારણમાં લાખો રૂપિયાનો ખર્ચ કરી અને દેવાના ડુંગર નીચે આવી ગયા છે. રવિ સિઝન પૂર જાશમાં પસાર થઈ રહી છે. વારંવાર રજૂઆતો કરવા છતાં નર્મદા નિગમના જવાબદાર કર્મચારીઓ કેનાલમાં પાણી છોડતા ન હોઈ ગત તા.પ-૧ર-૧૯ ના રોજ વાવ તાલુકાના રાછેણા ગામના ખેડુતોએ વાવ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે બે દિવસમાં એટલે કે તા. ૭-૧ર-૧૯ સુધી ગામના ખેડુતોને કેનાલનું પાણી નહી મળેતો ગામના ૩૦૦ થી વધુ ખેડુતો સામૂહિક આત્મવિલોપન કરીશું તેવી ચીમકી ઉચારતું આવેદનપત્ર પાઠવતાં નર્મદા નિગમના જવાબદાર કર્મચારીઓમાં ભારે દોડધામ મચી જવા પામી છે.

(1:07 pm IST)