ગુજરાત
News of Friday, 6th December 2019

ગાંધીનગરમાં ફરી ઉમેદવારોનું ટોળુ ભેગુ થયુઃ આંદોલન યથાવત

'સીટ'ની રચના પછી આંદોલનકારોમાં બે ભાગ પડયાઃ પરેશ ધાનાણીએ આંદોલનકાર છાવણીની મુલાકાત લીધીઃ હવે કોંગ્રેસ વિધિવત સક્રિય ?

ગાંધીનગર તા.૬ : ગૌણ સેવા પસંદગી મંડળની બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં કથિત ગેરરીતિ સબબ આંદોલન ચલાવી રહેલા ઉમેદવારોમાં ભાગલા પડયા છે. સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના પછી યુવરાજસિંહ અને તેના ટેકેદારોએ આંદોલન અટકાવી દીધુ છે પણ  અન્ય કેટલાક વિદ્યાર્થીઓએ કડકડતી ઠંડી વચ્ચે આંદોલન ચાલુ રાખ્યુ છે સંપૂર્ણ શાંતિપૂર્ણ વાતાવરણ છે આજે ૧૧ વાગ્યા આસપાસ મહાત્મા મંદિર રોડ પર ૧૦૦ જેટલા યુવાનો એકઠા થયા છે પરીક્ષા રદ જ કરવી જોઇએ તેવી તેમની માંગણી છે.

આજે સવારે વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ આંદોલનકાર છાવણીની મુલાકાત લઇ ટેકો જાહેર કર્યો હતો હવે કોંગ્રેસ આંદોલન ચાલુ રખાવવા વિધિવત રીતે સક્રીય થઇ હોય તેવો ખ્યાલ ઉપશે છે. સીટને સરકારે ૧૦ દિવસમાં અહેવાલ આપવા જણાવ્યું છે.ે તેની પ્રથમ બેઠક આજે થઇ શકે છે.

(11:41 am IST)