ગુજરાત
News of Friday, 6th December 2019

ખેડૂતોને સુભાષ પાલેકર કૃષિ અપનાવવા ‌‌વિજયભાઇ રૂપાણીની સૂચના

નવી પદ્ધતિથી ખેડૂતોમાં ખેતી ખર્ચમાં ઘટાડો થશેઃ ખેતી ખર્ચ ઘટવાની સાથે કૃષિ ઉત્પાદન વધશે : મુખ્યપ્રધાન

અમદાવાદ,તા.૫: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ શિબિરમાં ખેડૂતોને પ્રેરણા આપતાં જણાવ્યું કે ગુજરાતે સસ્ટેનેબલ વિકાસ માટે પ્રકૃતિની સાથે રહીને વિકાસ કરવાની દિશા આપનાવી છે. કલામેન્ટ ચેઇન્જ અને ગ્લોબલ ર્વોમિંગ જેવા પડકારોને પહોંચી વળવા માટે રાજ્યના ખેડૂતો સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ અપનાવી ગુજરાતને સમગ્ર દેશમાં પ્રાકૃતિક કૃષિનું રોલ મોડલ સ્ટેટ બનાવશે. મુખ્યામંત્રીએ કિસાનોને સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ આપનાવવાનો અનુરોધ કરતાં જણાવ્યું કે આ પદ્ધતિથી ખેતી ખર્ચ ઘટશે, કૃષિ ઉત્પાદિન વધશે અને ખેડૂતોની આવક બમણી થશે. પ્રાકૃતિક કૃષિ દ્વારા ગુણવત્તાયુક્ત અને સ્વાસ્થ વર્ધક અન્નસ ઉત્પન થશે જેથી લોકોનું સ્વાાસ્થ પણ જળવાશે. ખેતી અને ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ શ્રેષ્ઠ વિકલ્પ છે. ગામડું સુખી તો રાજ્ય અને રાષ્ટ સમૃદ્ધ થશે. રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપી ખેતી પદ્ધતિમાં આમુલ પરિવર્તન સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે. તેમ પણ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે ભારતીય સંસ્કૃત્તિને અનુરૂપ એવી સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ અંગેનું અધ્યતન જ્ઞાન ખેડૂતોને આ કાર્યશાળાના માધ્યમથી સાત દિવસ સુધી મળનાર છે. જે આગામી સમયમાં ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે ક્રાંતિ સર્જી ખેડૂતોની આવક બમણી કરનારૂ સાબિત થશે. છેલ્લા બે દાયકાથી ગુજરાત કૃષિ સહિત વિવિધ ક્ષેત્રોમાં સમગ્ર દેશનું રોલ મોડલ બન્યુ  છે, તેનો ગૌરવ સહ ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે બે દાયકા પહેલાં રાજ્યનું કૃષિ ઉત્પાદન ૧૭ લાખ મેટ્રીક ટન હતું જે આજે વધીને ૧૨૫ લાખ મેટ્રીક ટને પહોંચ્યુ  છે. મગફળી-સોયાબીન-તેલીબિયા ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે તેમ તેમણે ઉમેર્યુ હતું. રાજ્યમાં કપાસનું ઉત્પાતદન બે દાયકા અગાઉ ૨૦ લાખ ગાંસડી હતું જે આજે ૧.૨૦ કરોડ ગાંસડી છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ ભારતીય સંસ્કૃત્તિમાં ગાય-ગંગા-ગીતા અને ગાયત્રીના મહત્વની સમજ આપી જીવથી શિવ સુધીની યાત્રાને પ્રકૃતિના આધાર સાથે સર્વજીવો માટેનું કલ્યાણ થાય તે દિશામાં આગળ વધવા જણાવ્યું હતું.

(10:29 pm IST)