ગુજરાત
News of Thursday, 6th December 2018

પેટલાદમાં મસ્જિદ નજીક પરિણીતા સાથે પડોશીએ બીભત્સ ઈશારા કરતા ઠપકો આપ્યો: ઉશ્કેરાય શખ્સે બેને માર મારતા ફરિયાદ

પેટલાદ:શહેરના તાઈવાડા મસ્જિદ પાસે રહેતી એક પરિણીતાને નજીકમાં રહેતા ઈસ્માઈલભાઈ ગુલામરસુલ વ્હોરા દ્વારા ગમે તેવા બીભત્સ ઈશારા કર્યા હતા જેને લઈને શાહરૂખશાએ ઠપકો કરતાં ઈસ્માઈલનું ઉપરાણું લઈને સાહિલ તથા ઈમરાન આવી ચઢ્યા હતા અને શાહરૂખ તથા પરિણીતા સાથે ઝઘડો કરીને સાહિલે પોતાની પાસેની લોખંડની પાઈપ શાહરૂખને માથામાં મારી દીધી હતી. ઈમરાને પોતાની પાસેની પાઈપ સોહિલશાને મારી દીધી હતી. ત્યારબાદ ઈસ્માઈલભાઈએ લાકડાના ડંડાથી માર માર્યો હતો. 

 

(5:45 pm IST)