ગુજરાત
News of Thursday, 6th December 2018

અમદાવાદ આર.આર.સેલે સોજીત્રા રોડ પર વોચ ગોઠવીને ટેમ્પામાં બોલ્કની આડમાં લઇ જવાતો 5.52 લાખનો દારૂનો જથ્થો ઝડપ્યો

અમદાવાદ: રેન્જના આરઆર સેલે આજે સાંજના સુમારે આણંદ-સોજીત્રા રોડ ઉપર આવેલી અમીન ઓટો પાસેથી વોચ ગોઠવીને ટાટા ૪૦૭ ટેમ્પામાં સિમેન્ટના બ્લોકની આડમાં છુપાવીને લઈ જવાતા ૫.૫૨ લાખ ઉપરાંતના વિદેશી દારૂ-બીયરના જથ્થા સાથે ડ્રાયવરને ઝડપી પાડીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ઘરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ શહેરમાં પેટ્રોલીંગ કરી રહેલી આરઆર સેલની પોલીસ ટીમને હકીકત મળી હતી કે, એક ટાટા ૪૦૭ ટેમ્પામાં મોટાપાયે વદેશી દારૂનો જથ્થો આણંદ-સોજીત્રા રોડ પરથી લઈ જવામાં આવનાર છે જેથી પોલીસના જવાનો અમીન ઓટો પાસે વોચમાં ગોઠવાઈ ગયા હતા. દરમ્યાન એક ટાટા ૪૦૭ ટેમ્પો નંબર જીજે-૧૬, યુ-૮૦૮૮નો આવી ચઢતાં પોલીસે તેને શંકાને આધારે અટકાવીને તલાશી લેતાં પાછળના ભાગે સીમેન્ટના બ્લોક મુકેલા નજરે પડ્યા હતા. પોલીસે બ્લોક હટાવીને જોતા લોખંડની એન્ગલ ઉપર લાકડાનુ ંપાટીયુ મારીને બનાવેલું ગુપ્ત ખાનું મળી આવ્યું હતુ. 

(5:38 pm IST)