ગુજરાત
News of Thursday, 6th December 2018

નડિયાદ તાલુકાના સોડપુરની યુવતી અગમ્ય કારણોસર દાગીના લઇ ગૂમ થઇ જતા ચકચાર

નડિયાદ:તાલુકાના સોડપુરમાં નગીનભાઈ મોહનભાઈ પટેલ રહે છે. તેમની દીકરી મીનાક્ષીબેન (ઉંમર-૨૪ વર્ષ) ગઈકાલે સવારે ઘરેથી કોઈને કહ્યા વગર ક્યાંક ચાલી જતા ગુમ થયેલ છે. ગુમ થનાર મીનાક્ષીબેન શરીરે મધ્યમ બાંધાની, રંગે ઘઉંવર્ણી, બંને આંખો નીચે કાળા ડાઘા પડેલા છે. યુવતીએ જાંબલી કલરનો પંજાબી ડ્રેસ પહેરેલ છે. 

વધુમાં મીનાક્ષીબેન ઘરમાંથી રૂ. ૩૦,૦૦૦ રોકડા તેમજ સોનાનો દોરો તેમજ બુટ્ટી સાથે લઈ ગયેલ છે. બનાવ અંગે જતીનભાઈ નગીનભાઈ પટેલે જાણ કરતા ચકલાસી પોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરીને શોધખોળ હાથ ઘરી છે.

(5:35 pm IST)