ગુજરાત
News of Thursday, 6th December 2018

ડીસામાં બનાસ બેંકની સામે ઉભેલ ઇનોવા ગાડીના કાચ તોડી ધોળાદિવસે બેગની ઉઠાવી ગઠિયો ફરાર

ટાયર પંચર કરવા ગાડી ઉભી રાખી અને ગઠિયો કળા કરી ગયો

ડીસા :શહેરમાં ચોરી લૂંટફાટની ઘટનાઓ વધી રહી છે હજુ ગત રોજ ગવાડીમાંથી બે આઇસર ગાડીની ઉઠાંતરીની તપાસ થઈ નથી ત્યારે ધોળા દિવસે રાજદીપ જ્વેલર્સની નીચે ઉભી રાખીને ટાયર પંચર કરવા આપીને પરત ફરતા કોઈ ગઠીયો ઇનોવા ગાડીના કાચ તોડી ગાડીમાંથી પૈસા ભરેલ પાકીટ તથા જરૂરી ડોક્યુમેન્ટની ઉઠાંતરી કરી ફરાર થઇ જતા શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે.

   મળતી માહિતી મુજબ ડીસા રાજપુર બડાપુરામાં રહેતા વેપારી સત્તારભાઈ અબ્દુલ્લા ભાઈ સોલંકી પોતાની ઇનોવા ગાડીનું ટાયર નવું લેવા મેઘદૂતમાંથી લઈને આગળ બદલાઈને જઇ રહ્યા હતા ત્યારે બીજુ ટાયર પંચર બનાવવા આપીને તુરંત પરત ફરતા ગાડીનો કાચ તૂટેલ હતો અને તેમાંથી પાકીટ ન જણાતા તેમણે ઉત્તર પોલીસ મથકે જાણ કરતા પોલીસે સી.સી.ટી.વી કેમેરાની મદદથી તાપસ હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે ડીસા તથા ગવાડીમાં બે દિવસમાં બે ઘટના બનતા ડીસા શહેરીજનોમાં ફફડાટ બની જવા પામ્યો છે. ડીસાના હારદસમાં વિસ્તારમાં બપોરે ૧૨ વાગે ઘટના બની છતાં પોલીસે હજુ સુધી ગઠિયાને પકડી શકી નથી પાકીટમાં ૯૦૦૦ હજાર રૂપિયા રોકડ તથા બેન્કના જરૂરી દસ્તાવેજો તથા પરિવારના આધાર કાર્ડ તથા પાનકાર્ડ સહિતની વસ્તુઓની ગઠિયો ધોળા દિવસે ઇનોવા ગાડીના કાચ તોડીને લઈને ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ ઉત્તર પોલીસે હાથ ધરી હતી.

(10:24 am IST)